ગત વર્ષની સરખામણીએ પાણી મામલે આ વર્ષે સ્થિતિ..?

ગત વર્ષની સરખામણીએ પાણી મામલે આ વર્ષે સ્થિતિ..?
ગત વર્ષની સરખામણીએ પાણી મામલે આ વર્ષે સ્થિતિ..?

ઓછા વરસાદના કારણે ગુજરાત પર જળસંકટ આવી શકે છે : ઘણા જળાશયોમાં પાણીની ઘટ

રાજ્યના 56 ડેમમાં 31 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી આરક્ષીત રાખીને બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે અપાશે

ગુજરાતની જીવાદૃોરી સમાન સરદાર સરોવર ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો અત્યારે સંગ્રહાયેલો છે, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ 40.03 ટકા પાણીનો જથ્થો બચ્યો છે, આખા ગુજરાતમાં ડેમોના પાણીને લઈ હાલ દક્ષિણ ગુજરાતની સ્થિતિ સારી છે, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં અત્યારે 60.40 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 42 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ પાણી મામલે આ વખતે સ્થિતિ ખરાબ છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 22મી ઓગસ્ટની સ્થિતિએ માંડ 23.97 ટકા જેટલું જ પાણી રહૃાું છે, એ જ રીતે કચ્છના 20 ડેમોમાં માંડ 21.34 ટકા જ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના કુલ 207 ડેમોમાં અત્યારે 47.75 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. પાણીને લઈ ગુજરાતમાં ધીમે ધીમે સ્થિતિ ચિંતાજનક બની રહી છે.

ખેડૂતોને સિંચાઈના પાણી માટે રઝળપાટ કરવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતમાં 207 પૈકી માંડ ત્રણ ડેમો અત્યારે સંપૂર્ણ ભરાયેલા છે. જેમાં દક્ષિણ ગુજરાતના 13 પૈકીનું એક ડેમ તથા સૌરાષ્ટ્રના 141 પૈકી માંડ બે ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. ગુજરાતમાં વરસાદના ત્રણ રાઉન્ડ બાદ પણ દૃુષ્કાળ જેવી સ્થિતિ પેદૃા થઈ રહી છે. એક તરફ સરકારે એવું જાહેર કર્યું છે કે રાજ્યના 56 ડેમમાં 31 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી આરક્ષીત રાખીને બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે અપાશે.

ત્યારે બીજી બાજુ નર્મદા ડેમમાં પાણીની આવક થઈ હોવા છતાં સરકાર ઓગસ્ટ સુધી જ ખેડૂતોને પાણી આપવાની વાતો કરે છે. વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને ઉભો પાક બચાવવા માટે પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળીયા ઝાટક છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ થવાથી પાણીની તંગી ઉભી થવા પામી છે.

ચોમાસાની સિઝનને અઢી માસ પૂરા થવા આવ્યાં છતાં વરસાદૃ માંડ 41 ટકા થયો છે તેની તુલનામાં ભાવનગર જિલ્લાના મુખ્ય જળાશયોમાં 68.46 ટકા જળનો જથ્થો સંગ્રહિત થઇ ગયો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ આખા ગુજરાતમાં સૌથી વધુ છે. આ વર્ષે વરસાદમાં તો ભાવનગર ઘણું પાછળ રહી ગયું છે. વાર્ષિક વરસાદ 559 મી.મી. વરસે છે તેની તુલનામાં આ વર્ષે અડધો શ્રાવણ વિતી ગયો છે ત્યારે 239 મી.મી. વરસાદ થયો છે જે કુલ વરસાદના 41.01 ટકા થાય છે.

Read About Weather here

ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ 34.74 ટકા જળસંગ્રહ થયો છે તેમાં ચાર જિલ્લામાં 60 ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે. જેમાં ભાવનગરમાં 68.46 ટકા, અમરેલીમાં 64.00 ટકા, નવસારીમાં 62.52 ટકા અને વલસાડ જિલ્લામાં કુલ સંગ્રહ ક્ષમતાના 61.23 ટકા જળનો સંગ્રહ થયો છે. સાયક્લોનિક સકર્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદૃી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.

વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 26 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતાઓ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 41.4 ટકા વરસાદ નોંધાયો.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here