ખેડૂતોના અર્થે ગોવિંદ પટેલનો મુખ્યમંત્રીને પત્ર

વાવાઝોડાનાં કારણે થયેલ નુકશાનને પહોંચી વળવા રાહતરૂપી પગલા લેવા વિનંતી

ખેડૂતોને તેનો લાભ મળે તે માટે અસરકારક પગલા લેવા મુ.મંત્રીને વિનંતી કરતો પત્ર લખેલ છે

કોરોના પછી વાવાઝોડાએ તબાહી પટકારી છે. તેની જાતે માહિતી મેળવવા અને સહાયતા જાહેર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું તેમ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

પટેલે વધુમાં જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીના પાકને બહુજ મોટું નુકશાન થયું છે. કેરી, ડુંગળી, ડાંગર, જુવાર, બાજરી, તલ, મગ, અડદના પાકને વ્યાપક નુકશાન થયું છે.

જે ધ્યાને લઈને વ્યવસ્થિત ટુકડીઓ મારફતે તેનો સર્વે થાય અને ખેડૂતોને તેનો લાભ મળે તે માટે અસરકારક પગલા લેવા મુ.મંત્રીને વિનંતી કરતો પત્ર લખેલ છે.

Read About Weather here

જેમાં જણાવેલ છે કે ચાલુ વર્ષે કુવામાં, બોરમાં અને સિંચાઈનું કેનાલથી ઉનાળું પાક માટે પાણી અપાતા મોટા ખર્ચે ઉનાળું પાકનું વાવેતર થયેલ છે અને તે પાક લણવાનો સમય આવ્યો ત્યારે વાવઝોડા રૂપી આફતે ખેડૂતના મોઢે આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો છે. આ મરણતોલ ફટકામાંથી રાહત મળે તેવા અસર કારક પગલા ભરવા વિંનતી કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here