કોરોનાનો નવો વેરિયન્‍ટ બ્રિટનમાં આવ્‍યો સામે : સમગ્ર વિશ્વની ચિંતા વધારી વેરિયન્‍ટને એરિસ નામ આપવામાં આવ્‍યું

કોરોનાનો નવો વેરિયન્‍ટ બ્રિટનમાં આવ્‍યો સામે : સમગ્ર વિશ્વની ચિંતા વધારી વેરિયન્‍ટને એરિસ નામ આપવામાં આવ્‍યું
કોરોનાનો નવો વેરિયન્‍ટ બ્રિટનમાં આવ્‍યો સામે : સમગ્ર વિશ્વની ચિંતા વધારી વેરિયન્‍ટને એરિસ નામ આપવામાં આવ્‍યું
આખા વિશ્વને કોરોના મહામારીએ પોતાની ઝપેટમાં લીધું હતું. હવે ધીમે-ધીમે આ રોગચાળો ઓછો થવાથી લોકો સજા થઈ રહ્યા છે. માંડ હજી કોરોના વાયરસને માત કરવામાં આવ્‍યો છે. ત્‍યાં જ ફરી એકવાર કોરોનાનો નવો વેરિએન્‍ટ સામે આવ્‍યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ નવા વેરિયન્‍ટએ ફરીથી સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. આ નવા આવેલ કોરોના વેરિયન્‍ટની ઝપેટમાં અનેક દર્દીઓ આવી રહ્યા છે. આ નવા વેરિયન્‍ટ મામલે વિશ્વભરના વૈજ્ઞાનિકો પોતે ચિંતામાં મુકાયા છે. આ કોરોનાનો એક નવો વેરિયન્‍ટ બ્રિટનમાં સામે આવ્‍યો છે. આ નવા કોરોનાના વેરિયન્‍ટને ERIS (એરિસ) નામ આપવામાં આવ્‍યું છે.બ્રિટનમાં વ્‍યાપી રહેલા આ નવા વેરિઅન્‍ટને EG.5.1 તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત તેને EG.5.1 Erisનું નામ આપવામાં આવ્‍યું છે. ઈંગ્‍લેન્‍ડના આરોગ્‍ય અધિકારીઓના જણાવ્‍યા અનુસાર આ પ્રકારના વેરિયન્‍ટનું નિર્માણ ઓમિક્રોનમાંથી થાય છે. કોરોનાનો આ નવો પ્રકાર ઓમિક્રોન વેરિઅન્‍ટનું મ્‍યુટેશન હોવાનું કહેવાય છે. જોકે, મળતી માહિતી અનુસાર આ નવા વેરિયન્‍ટ તેના લક્ષણો ખૂબ જ સામાન્‍ય હોવાનું માનવામાં આવે છે. હાલમાં આ કોરોનાના નવા વેરિયન્‍ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. મીડિયા અહેવાલોમાંથી સામે આવ્‍યું છે કે યુનાઇટેડ કિંગડમ (યુકે)માં કોરોનાનો નવો વેરિયન્‍ટ મળી આવ્‍યો છે. અહેવાલો અનુસાર Aris નામનો આ કોવિડ વેરિઅન્‍ટ બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

Read About Weather here

વૈજ્ઞાનિકોના મત પ્રમાણે કોરોના વાયરસ સંપૂર્ણ પણે નાબૂદ થયો નથી. હજુ પણ તે સતત જુદા જુદા વેરિયન્‍ટમાંથી સામે આવી રહ્યો છે. જેમ જેમ વાતાવરણ બદલાય છે તેમ તેમ કોરોના વાયરસ બદલાતા પરિવર્તિત થઈ રહ્યો છે. તેના નવા નવા પ્રકાર સામે આવી રહ્યા છે.તમામ દેશોએ કોરોના અંગે સાવચેત રહેવાની જરૂર છે. યુકે હેલ્‍થ પ્રોટેક્‍શન એજન્‍સી (UKHSA) અનુસાર યુનાઇટેડ કિંગડમમાં કોવિડ-૧૯નો નવો પ્રકાર  ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે દેશના આરોગ્‍ય અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા છે.મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર આ એરિસ કોરોના વેરિઅન્‍ટના મુખ્‍ય લક્ષણો ઓમિક્રોન વેરિયન્‍ટ જેવા જ છે. જો આના લક્ષણોની વાત કરવામાં આવે તો આમાં ગળામાં ખંજવાળ આવવી, નાકમાંથી પાણી નીકળવું, છીંક, સૂકી ઉધરસ, માથાનો દુઃખાવો, કફ સાથે ઉધરસ, તાાયુઓમાં દુખાવો અને ગંધ ન લઈ શકવી વગેરેનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here