કોરોનાનું તાંડવ : ગુજરાતમાં એક દિમાં વિક્રમી 1580 નવા કેસ, 7ના મોત

ભારતમાં કોરોના
ભારતમાં કોરોના

Subscribe Saurashtra Kranti here

દેશમાં સતત ઉછાળો મારતા કેસ, 24 કલાકમાં ફરીવાર 40 હજારથી વધુ કોરોના કેસો

સુરતમાં હિરા ઉદ્યોગ બંધ, એકસ્ટાઇલ માર્કેટને તાળા, સઘન ચેકિંગ અને ટેસ્ટીંગ, દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 30335 કેસો નોંધાયા

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીનું તાંડવ નૃત્ય યથાવત રહયું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમી સંખ્યામાં કેસોમાં ઉછાળો થયો હતો અને કુલ 1580 નવા કેસો નોંધાયા હતા. 10મી વખત રાજયમાં કોવીડ કેસોએ 1500ની સપાટી વટાવી છે. કુલ 7ના મૃત્યુ થયાનું નોંધાયુ છે. એજ રીતે દેશમાં પણ કોવીડએ આડો આક વાળ્યો છે. સતત એક સપ્તાહથી 40 હજારથી વધુ નવા કેસો નોંધાઇ રહયા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન મહારાષ્ટ્રમાં જ સૌથી વધુ 30535 કેસો નોંધાયા હતા. એકલા મુંબઇમાં 3779 કેસો નોંધાયા હોવાનું આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.

સુરતમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. હિરા ઉદ્યોગમાં પણ ટેકસ્ટાઇલ માર્કેટની જેમ કોવીડ સંક્રમણ પ્રસરી ગયું છે. પરીણામે હિરા ઉદ્યોગમાં સ્વમભૂ બંધ જાહેર કરવામાં આવ્યો છે. સાત રત્ન કલાકારોને કોવીડનો ચેપ લાગ્યો છે. બંધ કરી દેવાયા છતાં ટેકસ્ટાઇલ માર્કેટના વધુ 14 કર્મચારીઓ કોરોના ગ્રસ્ત થતા હલચલ મચી જવા પામી છે. એકસ્ટાઇલની તમામ બજારો બંધ કરી દેવામાં આવી છે. સુરતમાં સુપરસ્પ્રેડરોનું સઘન ચેકીંગ ચાલી રહયું છે. બે વધુ શિક્ષક અને એક ટીઆરબી જવાનને કોરોના લાગુ થયો છે.

Read About Weather here

મહાનગરમાં ટેસ્ટીંગ અને ટેસીગ માટે 1575 ટુકડીઓ મેદાનમાં ઉતારવામાં આવી છે. મહાનગરમાં વધુ 28 વિદ્યાર્થીઓને કોરોના લાગુ પડયો છે. જેના કારણે જન જીવન ઠપ્પ થઇ ગયું છે. રાજેસ્થાનના પાટનગર જયપુર, અજમેર અને કોટા સહિત 8 શહેરમાં નાઇટ કફર્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here