કોરોનાથી ભાગતા,મોતની ભેટ…

surat-suicide-કોરોના
surat-suicide-કોરોના

Subscribe Saurashtra Kranti here

કોરોના કાળમાં પોલીસની પ્રણાલી મુજબ ધરપકડ

સુરતમાં સતત કોરોનાનું સંક્ર્મણ વધી રહૃાું છે ત્યારે ગતરોજ અમરોલી પોલીસે પકડેલા ચોરીના ગુનાના આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે ૧૦૮માં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહૃાો હતો. ત્યારે આ આરોપી ચાલુ ગાડીએ કૂદકો મારી ભાગવા જતા ઓવર બ્રિજથી નીચે પટકાતા મોત થયાનો મામલો સામે આવ્યો છે.

સુરતમાં બનેલી આ વિચિત્ર ઘટનામાં આરોપીનું ઘટના સ્થળે જ મોત થયું છે. આરોપી કોરોનાથી સંક્રમિત થયો અને પોલીસના સાણસામાં હતો ત્યારે કાયદાથી છટકવા જતા મોત આંબી ગયું એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી ત્યારે સુરતની આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ધસી આવ્યો હતો અને તેઓ પણ આ ઘટના જાણીને હેરાન થઈ ગયા હતા.

સુરતમાં કોવીડ કાળમાં પોલીસની પ્રણાલી મુજબ ધરપકડ કરવામાં આવતા દરેક આરોપીનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવે છે. આ આરોપીનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેને ૧૦૮માં સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવતો હતો ત્યારે તેણે એમ્બ્યુલન્સમાંથી ચાલુ ગાડીએ ઉતરી જઈને ભાગવા જતા બ્રીજ પરથી કૂદકો માર્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું.

Read About Weather here

પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીએ ૩૦ ફૂટ ઉંચા બ્રીજપરથી પટકાવાના કારણે જીવ ગુમાવ્યો છે. જોકે, આમાં પોલીસની બેદરકારી ગણવી કે આરોપીનું નસીબ તે હવે વિચારવા જેવી બાબત છે. કારણ કે કોવીડ પોઝિટિવ હોવાના કારણે આરોપી સાથે પોલીસ બંદોબસ્તમાં મૂકી નથી શકાતી પરંતુ આ વિચિત્ર ઘટનાએ સુરતના પોલીસ બેડામાં ભારે ચર્ચા જગાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here