કોંગ્રેસે ચેતન રાવલને અમદાવાદ અને નૈષેધ દેસાઇને સુરતના ઇન્ચાર્જ પ્રમુખ બનાવ્યા

Cong-Ahmedabad-pramukh-કોંગ્રેસે
Cong-Ahmedabad-pramukh-કોંગ્રેસે

Subscribe Saurashtra Kranti here.

ચૂંટણીમાં કારમી હાર થતા અલગ-અલગ શહેરના કોંગ્રેસના પ્રમુખોએ પોતાના રાજીનામા ધરી દીધા છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને ભાજપનો ભવ્ય વિજય થયો છે. વર્ષ ૨૦૧૫ સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરતા અડધી બેઠકો પણ કોંગ્રેસના ભાગમાં આવી નથી. ગુજરાતમાં કોન્ગ્રેસની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. ચૂંટણીમાં કારમી હાર થતા અલગ-અલગ શહેરના કોન્ગ્રેસના પ્રમુખોએ પોતાના રાજીનામા ધરી દીધા છે. આ ઉપરાંત કોન્ગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ પોતાના રાજીનામા હાઇકમાન્ડને મોકલી આપ્યા હતા.

ત્યારે ચૂંટણીમાં કારમી હાર બાદ સુરત અને અમદાવાદ શહેર કોન્ગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું છે. અમદાવાદ શહેર કોન્ગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ શહેર પ્રમુખ પરથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શશીકાંત પટેલના રાજીનામા બાદ ઇન્ચાર્જ શહેર પ્રમુખની જવાબદારી કોન્ગ્રેસ દ્વારા ચેતન રાવલને સોંપવામાં આવી છે.

Read About Weather here

સુરત શહેર કોન્ગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ પણ ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને શહેર પ્રમુખ પદેથી રાજીનામુ ધરી દીધું છે અને સુરતમાં કોન્ગ્રેસના શહેર ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નૈષેધ દેસાઈને જવાબદારી આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here