કેફી ડ્રગ્સ માફીયાનાં ગોરખધંધા: ભિખારીઓ પર ગુપચુપ પ્રયોગોની કાળી કહાણી

કેફી ડ્રગ્સ માફીયાનાં ગોરખધંધા: ભિખારીઓ પર ગુપચુપ પ્રયોગોની કાળી કહાણી
કેફી ડ્રગ્સ માફીયાનાં ગોરખધંધા: ભિખારીઓ પર ગુપચુપ પ્રયોગોની કાળી કહાણી

અમદાવાદ જેવા મહાનગરોમાં ફૂટપાથ પર વસતા ગરીબો અને ભિક્ષુકોના જાન પર ખતરો

નાર્કોટીક્સની ગોળીઓ અને પાવડર કાળાબજારમાં ધકેલતા પહેલા ભિખારીઓ પર અમાનવીય પ્રયોગ થઇ રહ્યાનો ખાનગી સર્વેક્ષણમાં ધડાકો

પ્રયોગની જાળમાં ફસાયેલા અનેક ને નાકમાંથી લોહી વહેતું થયું, અનેક ભિખારીનો પીતો છટક્યો, મહિલા મજુરો પણ શિકાર બની ગઈ હોવાનો ચોકાવનારો ખુલાસો

ગુજરાતમાં યુવા પેઢીને ખાસ કરીને તરૂણવયનાં બાળકોને નશીલા પ્રદાર્થોના રવાડે ચડાવવા માટે કુખ્યાત બની ચુકેલા રાજ્યના ડ્રગ માફીયા દ્વારા હવે નવતર પ્રકારનાં ભયાનક ગોરખધંધા શરૂ કરવામાં આવ્યા હોવાનું એક અભ્યાસમાં ધડાકો થયો છે. નવા-નવા પ્રકારનાં સીન્ટેથીક નશીલા પદાર્થોની ગોળીઓ તથા પાવડરની અસરકારકતા અને નશેડી વ્યક્તિઓ પરની અસરો જાણવા માટે ડ્રગ માફીયા ટોળકીએ ભિખારીઓ તેમજ ફૂટપાથ પર વસતા ગરીબ લોકોને નિશાન બનાવી રહી છે

Visit Saurashtra Kranti Homepage here

અને એમના પર ઘાતક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આવા અનેક ભિક્ષુકો અને ફૂટપાથ પર વસતા ગરીબ પરીવારનાં મજુરો અને રખડું બેકાર લોકો અજાણતા બલીનો બકરો બની રહ્યા હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે.

સભ્ય સમાજ માટે ધ્રુજાવી દેનારા આ ઘટના ક્રમની વિગતો વાંચનારના રુંવાડા ઉભા કરી દેશે. કેમકે ખૂબ જ અમાનવીય રીતે ડ્રગ માફીયા ગેંગ બેઘર લોકો, મજુરો અને ભિક્ષુકો પર નશીલા પદાર્થોનાં પ્રયોગો કરી રહી છે. મહિલાઓને પણ બાકાત રાખવામાં આવી રહી નથી. અનેક લોકો આ પ્રયોગોને કારણે ગંભીર રીતે માંદા પડ્યા છે અને જીવન-મરણનો સંઘર્ષ કરવા લાગ્યા છે. માફીયા ટોળકીઓનું આવું પ્રયોગ નેટવર્ક અમદાવાદ તથા અનેક મહાનગરોમાં પણ ફેલાયેલું હોવાનું બહાર આવ્યું છે.

  • 38 વર્ષનો સલીમ મહોમ્મદ..

38 વર્ષનો આ ભિક્ષુક કાલુપુર રેલવે સ્ટેશનની બહાર ફૂટપાથ પર રહે છે. ગાંજાનો આદિ હોવાથી તેને કોઈ નવા પ્રકારનો પાવડર આપી ગયો. જેને સુંઘતા જ તેના નાકમાંથી લોહીની ધારા છૂટવા લાગી અને ઉલ્ટીઓ શરૂ થઇ ગઈ.

  • 25 વર્ષનો મહેશ દંતાણી

આવા જ હાલ થયા ખમાસાની ફૂટપાથ પર રહેતા મહેશ દંતાણી.. 25 વર્ષનો આ યુવાન મજુરી કામ કરે છે. પણ હાલ કોઈ કામ ન મળતા તે ભિક્ષાવૃતિ કરવા લાગ્યો છે. તેને પણ કોઈ અજાણ્યું માણસ કેટલી ગોળી અને પાવડર આપી ગયો જે લેતા જ મહેશ હિંસક બની ગયો, તોફાનો કરવા લાગ્યો અને દિવાલ પર હાથ એટલા જોરથી પછાડ્યા કે બંને હાથમાં ફેકચર થઇ ગયું.

  • 24 વર્ષની વયની મહેરુનનિસા શેખ..

ફૂટપાથ પર રહેતી ગરીબ યુવતી છે તેની પાસે બે અજાણ્યા શખ્સો આવ્યા અને એવું કહીને એક ટેબલેટ આપી કે આ નવી દવા ખૂબ સારી છે પાણી સાથે પીવાથી તમામ બિમારી ભાગી જશે. 15 મિનીટ પછી જ આ યુવતી બેભાન બની ગઈ હતી અને દવાખાને ખસેડી હતી. પાંજરાપોળમાં ફૂટપાથ પર રહેતા રાજુ રોહિત અને રેખા કુમારીને પણ આવા દર્દ ભર્યા અનુભવ થયા હતા. રોહિતે નશાની ટેબલેટ લેતા જ બેભાન થઇ ગયો હતો અને 3 દિવસે હોંશ આવ્યો હતો.

Read About Weather here

સ્થાનિક ક્રાઈમ બ્રાંચનાં એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, ડ્રગ માફીયાની આ કાળી કહાનીની પોલીસને પણ ખબર પડી છે પણ હજુ સુધી અમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી. પોલીસ તપાસ કરી કરી છે.

અમદાવાદ શહેરનાં નાગરિકોમાં આ મુદ્દાને લઈને ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર પોલીસ વિરોધી સંદેશઓનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. લોકો એવો સવાલ કરી રહ્યા છે કે, દિવસે- દિવસે વધુને વધુ ફેલાતા જતા ડ્રગ માફીયાનાં સામ્રાજ્યને કોણ ખતમ કરશે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here