કૃષિ ક્ષેત્રે કામ કરતા મજૂરોનું લઘુત્તમ વેતન 168થી વધારી 268 કર્યું

રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

Subscribe Saurashtra Kranti here

કૃષિ ક્ષેત્રે કામ કરતા મજૂરોનાં વેતનમાં વધારો કરવામાં આવ્યો છે.

કૃષિ ક્ષેત્રે કામ કરતા મજૂરોનું લઘુત્તમ વેતન રૂ.૧૬૮થી વધારી હવે રૂ.૨૬૮ કરી દેવામાં આવ્યું છે. ૧ જાન્યુઆરી ૨૦૨૧થી વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્ર્નનના જવાબમાં વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્ર્નમા સરકારે જવાબ આપતાં કહૃાું હતું કે, રાજ્યમાં કૃષિ ક્ષેત્રે કામ કરતા મજુરોના વેતનદરમા વધારો કરાયો છે. પહેલાં લઘુત્તમ વેતન અત્યાર સુધી ૧૬૮ રુપિયા મળતા હતા. જે વધારીને ૧-૧-૨૦૨૧ના રોજ ભાવ વધારીને સરકારે ૨૬૮ રુપિયા કર્યા છે.

આમ ૨૦ વર્ષથી નંબર ૧ ગુજરાતમાં મનરેગાનું વેતન દર ઓછું છે જે અન્ય રાજ્યો કરતાં પણ ઓછું છે. ૨૬૮ લઘુત્તમ વેતન દર ઓડિશા કરતા પણ આપડે પાછળ છીએ. ખેત મજૂરો માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના પ્રશ્ર્નનો શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જવાબ આપ્યો હતો. જેમાં તેઓએ કહૃાું હતું કે ૨૬૮ રૂપિયા લઘુત્તમ વેતન છે પરંતુ અન્ય ભથ્થા સાથે કુલ ૩૨૪.૫૪ રૂપિયા થાય છે.

Read About Weather here

આ ઉપરાંત રાજ્ય સરકારે ગૃહમાં કહૃાું કે લૉકડાઉનમાં પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવા માટે રાજ્ય સરકારે પશ્ર્ચિમ રેલવેને રૂ.૬.૮૬ કરોડ ચૂકવ્યા છે. અમદાવાદથી ૧૮૫ ટ્રેન મારફતે ૨.૬૯ લાખ લોકોને મોકલ્યા છે. અને જામનગરથી ૧૬ ટ્રેનમાં ૨૨,૫૦૧ શ્રમિકોને મોકલ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના સવાલે સરકારે ગૃહમાં લેખિત જવાબ આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here