કાં લોકડાઉન લાદો, યા કડક નિયમ બનાવો : ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ

કોરોના કાળમાં સબ સલામતના દાવા કરતી સરકારની ઝાટકણી કાઢી, અત્યારે લોકો માત્ર ગુજરાત હાઇકોર્ટના ભરોસે, વડી અદાલતની લાલા આંખ, કોરોના કાબુમાં લેવાનું કોઇ પણ આયોજન નથી, નાગરીકો બેબસ

ગુજરાતમાં કોરોનાના ગંભીર રીતે ફેલાતા જતા સંક્રમણને કાબુમાં લેવાના સરકારના પ્રયાસોની ભારે ટીકા કરી ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને એવો આદેશ આપ્યો હતો કે, કાં તો લોકડાઉન લાદવું જોઇએ અથવા તો નિયમો કડક બનાવવા જોઇએ. ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરતા એવી ટકોર કરી હતી કે હવે જનતા માત્ર હાઇકોર્ટના ભરોસે છે. સારવાર હોય કે ટેસ્ટીંગ યા દવા દરેક રીતે નાગરીકો રઝળી રહયા છે અને સરકાર સબસલામતના દાવાઓ કરી રહી છે. આખા રાજયને કોરોનાએ ભરડો લઇ લીધો છે.
રેમડેસિવિર અંગેની સ્પષ્ટ નીતિ બનાવવા પણ હાઇકોર્ટે સરકારને સુચન કર્યુ હતું. રાજયમાં આરટીપીસીઆરના ટેસ્ટીંગમાં વધારો કરવા અને તાલુકા કક્ષાએ કોર કમિટીઓ બનાવી કોવિડ સારવારની સુવિધાઓ ઉભી કરવા અદાલતે આદેશ આપ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

અમદાવાદની એસવીપી હોસ્પિટલ સામે લાલ આંખ કરતા અદાલતે ટકોર કરી હતી કે, હોસ્પિટલ પાસે રેમડેસિવિરનો સ્ટોક નથી લોકો રઝળી રહયા છે. હોસ્પિટલ પાસેના સ્ટોક અને વપરાશની સરકારે ઉડી તપાસ કરવી જોઇએ. અદાલતે દર્શાવ્યું હતું કે, સરકાર કે તંત્ર કોઇ લોકોની સુધ લેવા વાળુ નથી. સરકાર પાસે કોઇ રોડ મેપ નથી આવામાં કોરોના કેવી રીતે કાબુમાં આવે? મુશકેલીઓમાં વધારો જ થશે. એસવીપી હોસ્પિટની મનમાની સામે આકરૂ વલણ લેતા હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, એસવીપીમાં સ્ટોક હોવા છતાં કોવિડ હોસ્પિટલમાં ઇન્જેકશન પહોંચતા નથી આવી તુમાખી ચલાવી લેવાય નહીં સરકાર તપાસ કરે. દર્દીઓને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલ લઇ જવા 108 સેવાને પણ અદાલતે આદેશ આપ્યો હતો.

Read About Weather here

રાજયભરમાં રેપીડ કરતા આરટીપીસીઆર ટેસ્ટીંગ પર વધુ ભાર મુકવા અદાલતે સુચન કર્યુ હતું. રેમડેસિવિર અને ટોસીલીઝુબેમ જેવા ઇન્જેકશનના ભાવ ઘટાડવા માટે પણ હાઇકોર્ટે આદેશ કર્યો હતો. તાલુકા કક્ષાએ કોર કમિટીઓ બનાવી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સારવારની તમામ સુવિધાઓ અને સાધનો ઉભા કરવાનો પણ હાઇકોર્ટે આજે સરકારને આદેશ આપ્યો હતો. ગંભીર દર્દીઓનું ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે હાઇકોર્ટની નહીં. એવી તીખી ટકોર પણ હાઇકોર્ટે કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here