કર્ફ્યૂ : આજથી ચાર મહાનગરોમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ

AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

Subscribe Saurashtra Kranti here.

રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં

કોરોના સંકટ: અમદાવાદ-વડોદરા,સુરત-રાજકોટમાં ફરીથી નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો

રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે, અગાઉ વધારેલ ૨ કલાકની છૂટ પરત ખેંચવામાં આવી

કમનસીબે કોરોનાના કેસો વધ્યા, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ: નીતિન પટેલ

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દિવસે ને દિવસે વધી રહેલા કોરોનાના પગલે રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ૪ મહાનગરો અમદાવાદ, સૂરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુંની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયનો અમલ આવતી કાલથી અમલી બનશે. કોરોનાના કેસ વધતા અગાઉ ૨ કલાક માટે આપવામાં આવેલી છુટછાટ પાછી ખેંચવામાં આવી છે.

રાજ્ય સરકારે આવતી કાલ તા.૧૭ માર્ચ ૨૦૨૧થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યુંની આ વ્યવસ્થા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર ૧૬ માર્ચ સુધી રાત્રિ કરયુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધીની વ્યવસ્થામાં યથાવત રાખી છે.

અગાઉ ૨ કલાકની આપવામાં આવેલી છુટ પાછી ખેંચીને નવો નિર્ણય લેતા આવતીકાલે તારીખ ૧૭ માર્ચ ૨૦૨૧થી ચાર મહાનગરોમાં કર્ફ્યુંનો સમય વધારીને ૧૦ થી ૬ કરાયો છે. માટે આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરયુનો અમલ કરવાનો રહેશે છે. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્યુનો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર ૧૬ માર્ચ સુધી રાત્રિ કર્ફ્યુંના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહૃાું છે કે કમનસીબે કોરોનાનાં કેસો વધ્યા છે. નીતિન પટેલે કહૃાું કે, કમનસીબે રાજ્યમાં કોરોનાનાં કેસો વધ્યા છે. આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરવામાં આવશે. આ ઉપરાંત તેઓએ સ્વીકાર કર્યો કે છ રાજ્યોમાં કોરોનાનાં કેસોમાં વધારો થયો છે. આ ઉપરાંત તેઓએ કબૂલ્યું કે કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહૃાું છે.

Read About Weather here

કોરોના વાયરસના કેસો વધતાં સરકાર ચિંતિત છે. અને યોગ્ય પગલાં ભરવામાં આવી રહૃાા છે.
આ ઉપરાંત નીતિન પટેલે કહૃાું કે, આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકારની સાથે જનતાએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરાવવું જોઈએ. અને જનતાએ પણ સમજવું જોઈએ કે ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ.

આ પહેલા અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે ૮ વિસ્તારમાં રાતે ૧૦ વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના ૧૦ વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here