એક પરિવારની બે ડૉક્ટર દીકરીઓ ઘરે ઘરે જઇ આપી રહી છે મફત સેવા

બે ડૉક્ટર દીકરીઓ
બે ડૉક્ટર દીકરીઓ

મહીસાગર જિલ્લાના વિરપુર નગરમાં રહેતા શુક્લ પરિવારની બે દીકરીઓએ MBBSની ડિગ્રી લીધી છે

વિરપુરનગરની બે દીકરીએ વતનનું ઋણાનુબંધ ચૂકવવા માટે ભગીરથ કાર્ય શરૂ કર્યું છે,

રાજ્યનાં મોટા શહેરોથી લઇને નાના ગામડાઓ સુધી કોરોનાની બીજી લહેર વ્યાપી ગઇ છે. આ વખતે કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં એકદમ ઉછાળો નોંધાતા તંત્ર અને સરકારી દવાખાનાની સગવડ તમામ લોકો સુધી પહોંચાડવામાં અસમર્થ બન્યા છે. ત્યારે કપરા કોરોનાકાળમાં મહેસાણાનાં વિરપુરનગરની બે દીકરોએ વતનનું ઋણાનુબંધ ચૂકવવા માટે ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. મહિસાગર જિલ્લાનાં વિરપુર નગરની બે ડૉક્ટર દીકરીઓએ ઘરે ઘરે જઈ મફત હોમ કોવિડ કેર સેવા શરૂ કરી છે.

Subscribe Saurashtra Kranti here

મહીસાગર જિલ્લાના વિરપુર નગરમાં રહેતા શુક્લ પરિવારની બે દીકરીઓએ MBBSની ડિગ્રી લીધી છે. જે બાદ કોરોના મહામારીમાં વિરપુર નગર અને આસપાસનાં ગામમાં ઘરે ઘરે જઈ મફત હોમ કોવિડ કેર સેવા શરૂ કરી છે. ડૉ.હેત્વી શુક્લ અને ડૉ.કોમલ શુક્લએ મહાનગરમાં નહીં પરંતુ પોતાના વતન એવા વીરપુર જેવા નાના ગામમાં આવા કોરોનાના કપરા સમયે સેવા કાર્ય શરૂ કરી માનવ સેવા સાથે વતનનો ઋણ ચૂકવવાનું નક્કી કર્યું છે.

ડૉ.હેત્વી પીનાકીન શુક્લ અને ડૉ.કોમલ પૃથ્વીરાજ શુકલ કહે છે કે, સમાજમાં ડોક્ટરના વ્યવસાયને નોબલ પ્રોફેશન માનવામાં આવે છે. દૃુનિયામાં સૌથી કિંમતી એવા માનવજીવને બચાવવામાં ડોક્ટરની ફરજ છે. જેથી ડૉક્ટર મદદરૂપ બની શકે છે. ખાસ કરીને નાના ગામડાઓના લોકોને સારી સારવાર મેળવવા માટે મહાનગર તરફ મીટ માંડવી પડે છે.

Read About Weather here

હું વીરપુર જેવા નાના ગામમાં રહુ છું એટલે મને ખ્યાલ છે કે, લોકોને સારી સારવાર મેળવવા કેટલી તકલીફ પડે છે ને લોકોને સારવાર મેળવવા ૧૦૦-૧૫૦ કિલોમીટર દૃૂર એવા અમદાવાદ, વડોદરા સુધી જવુ પડતું હોય છે. ત્યારે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીએ માથું ઊંચક્યું છે તેવામાં વીરપુર તાલુકામાં પોઝિટિવ દર્દીઓ દિન-પ્રતિદિન કોરોનાના પોઝીટીવ દર્દીઓમાં સતત વધારો નોંધાઇ રહૃાો છે. આવા કપરા સમયમાં નાના ગામામાં પણ લોકોને સારી સેવા-સારવાર મળી રહે અને ખાસ વતનનું થોડું-ઘણું ઋણ ચૂકવવાનો એક અવસર માનીએ છીએ. જેથી મફત હોમ કોવિડ કેર સેવા આપવાની તત્પરતા બતાવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ઓક્સિજન લેવલ-પલ્સ મીટર, દવાઓ, લેબોરેટરી તપાસ વગેરી સહિતની સેવાઓ મફતમાં આપવાનું નક્કી કર્યું છે. જેમાં પિતા પીનાકીન મુકેશ શુકલ દ્વારા દવાઓ અને સાધન-સામાન મોંઘી દાટ દવાઓ લાવવા માટે ફાયનાન્સલી યોગદાન આપવામાં આવી રહૃાું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here