આજે 8 વાગ્યાથી કફર્યુનો કડક અમલ કરાવવા માટે પોલીસ તૈયાર

કફર્યુ
કફર્યુ

પો. કમિશ્ર્નર મનોજ અગ્રવાલે અનલોક-11 અને કફર્યુના જાહેરનામામાં ફેરફાર કર્યો

લોકોએ આ સમયમાં બહાર નીકળવું નહિ, કોઇપણ માર્ગ, રાહદારી રસ્તાઓ, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તેમજ જાહેર જગ્યાએ ઉભા રહેવું નહિ, રખડવું નહિ કે પગપાળા અથવા વાહન મારફત હરવું ફરવું નહિ: પો.કમીશ્ર્નર

Subscribe Saurashtra Kranti here

કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે રાજ્યના અન્ય ત્રણ મહાનગરોની જેમ રાજકોટમાં પણ રાત્રી કફર્યુનો સમય ગત તા.1/4થી એક કલાક વધારી દેવામાં આવ્યો હોઇ રાતના 10ના બદલે રાતના 9થી સવારના 6 સુધી કફર્યુ અમલમાં મુકાયો હતો. તે સાથે અનલોક-11નું જાહેરનામુ પણ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે બહાર પાડ્યું હતું. પરંતુ કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી જતાં ગઇકાલે રાજ્ય સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. હાઇકોર્ટના સુચન અંતર્ગત સરકારે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના 20 શહેરોમાં રાત્રી કફર્યુ આગામી 30/4 સુધી અમલી બનાવ્યો છે. નવા નિયમો અનુસાર આજ તા. 7થી કર્ફયુનો સમય રાતના 9ને બદલે સાંજના 8નો કરાયો છે.

આજથી જ નવા નિયમ મુજબ કર્ફયુનો કડક અમલ પોલીસ કરાવશે. લોકોને સાંજના 8 સુધીમાં ઘરે પહોંચી જવું જરૂરી છે. અન્યથા પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડે તેમ છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અનલોક-11 અને કર્ફયુના જાહેરનામામાં આજે સુધારો કર્યો છે. તે મુજબ 7/4 થી 30/4 સુધી દરરોજ સાંજના 08:00થી સવારના 06:00 સુધી શહેરમાં કર્ફયુ અમલી રહેશે. આ કારણે લોકોએ આ સમયમાં બહાર નીકળવું નહિ, કોઇપણ માર્ગ, રાહદારી રસ્તાઓ, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તેમજ જાહેર જગ્યાએ ઉભા રહેવું નહિ, રખડવું નહિ કે પગપાળા અથવા વાહન મારફત હરવું ફરવું નહિ.

10/4થી 30/4 સુધી લગ્ન-સત્કાર સમારંભોમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 100થી વધુ લોકોને એકઠા કરી શકાશે નહિ. આ દરમિયાન કોવિડ સંબંધીત નિયમો અને માર્ગદર્શક સુચનાઓ યથાવત રહેશે. રાજકીય, સામાજીક અને અન્ય મેડાવડાઓ ઉપર પણ આ દિવસોમાં સંપુર્ણ પ્રતિબંધ રહેશે. કોઇપણ સંમેલનમાં 50થી વધુ લોકો એકત્ર થઇ શકશે નહિ. આ દરમિયાન કોવિડ સંબંધીત સુચનાઓ યથાવત રહેશે. ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ પણ કોવિડ-19 અંગેની માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે. અગાઉ બહાર પાડવામાં આવેલી સુચનાઓનું કડક પાલન કરવાનું રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે આઇપીસી 188 તથા જીપીએકટ 135 મુજબ કાર્યવાહી થશે. અગાઉના જાહેરનામા મુજબ જેને આ જાહેરનામામાંથી અપવાદમાં રખાયા છે તે યથાવત રહેશે.

Read About Weather here

કર્ફયુના સમયગાળામાં માત્ર મહિલા કોલેજ અન્ડર બ્રિજ એક જ ખુલો રહેશે. એ સિવાયના તમામ અન્ડર બ્રિજ બંધ રહેશે. તેમજ કૈસરે-હિન્દ-પુલ સિવાયના તમામ પુલ પણ બંધ રહેશે. આજ સાંજના 8થી કર્ફયુનો અમલ શરૂ થશે અને 30મી એપ્રિલ સુધી યથાવત રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here