આજે પણ ગુજરાતના 567 જેટલા ગામમાં મોબાઇલ કનેક્ટિવિટી પહોંચી નથી!!

આજે પણ ગુજરાતના 567 જેટલા ગામમાં મોબાઇલ કનેક્ટિવિટી પહોંચી નથી!!
આજે પણ ગુજરાતના 567 જેટલા ગામમાં મોબાઇલ કનેક્ટિવિટી પહોંચી નથી!!

ગુજરાતમાં અડધોઅડધ કરતાં વધુ મહિલા પાસે મોબાઇલ ફોન જ નથી: 49 વર્ષની વયે ફોનની સવલતમાં ગુજરાત દેશની સરેરાશ કરતાં પાછળ

ગુજરાતમાં 15 થી 49 વર્ષની 48.8 ટકા મહિલાઓ મોબાઈલ ફોન ધરાવે છે અને પોતે જ તેનો ઉપયોગ કરે છે. દેશમાં આ ટકાવારી 53.9 ટકા જેટલી છે, આમ દેશની સરેરાશ કરતાં પણ ગુજરાતમાં ઓછી મહિલાઓ મોબાઈલ ફોન ધરાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

એક રીતે ગુજરાતમાં અડધો અડધ કરતા વધુ મહિલાઓ પાસે પોતાનો મોબાઈલ ફોન નથી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પાંચમા રાઉન્ડના આ છેલ્લા આંકડા છે. કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક અને ઈન્ફર્મેશન વિભાગે આ માહિતી બહાર પાડી છે. સર્વેક્ષણ રિપોર્ટ પ્રમાણે દેશના શહેરી વિસ્તારમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર મહિલાની ટકાવારી 51.8 ટકા આસપાસ છે જયારે ગ્રામ્ય ક્ષેત્રે આ ટકાવારી 24.6 ટકા આસપાસ છે. આમ 15દ્મક 49 વર્ષની વય ધરાવતી મહિલાઓમાં એકંદરે 33.3 ટકા મહિલાઓએ જ ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો છે. ડિજિટલ સેવાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ સ્તરે પગલાં લેવાઈ રહ્યા છે.

Read About Weather here

તાજેતરમાં જ અન્ય એક સરકારી રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં બહાર આવ્યું હતું કે, આજે પણ ગુજરાતના 567 જેટલા ગામો એવા છે જયાં મોબાઈલ કનેક્ટિવિટી પહોંચી નથી એટલે કે અહીં મોબાઈલ કવરેજ નથી. આવા જિલ્લાઓમાં ડાંગ, કચ્છ અને નર્મદા જિલ્લાના સૌથી વધુ ગામો હોવાનું સામે આવ્યું છે. અત્યારે ગુજરાતમાં આણંદ, ખેડા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લો એવો છે જે 100 ટકા ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી ધરાવે છે. જયાં કનેક્ટિવિટી નથી તેવા ગામોમાં વિવિધ યોજના મારફત મોબાઈલ કવરેજ ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here