અમરેલીની બજારમાં દુકાનદાર પર એસ.ટીના ડ્રાઈવર સહિત ત્રણનું ફાયરિંગ

અમરેલીની બજારમાં દુકાનદાર પર એસ.ટીના ડ્રાઈવર સહિત ત્રણનું ફાયરિંગ
અમરેલીની બજારમાં દુકાનદાર પર એસ.ટીના ડ્રાઈવર સહિત ત્રણનું ફાયરિંગ

ગોળી સાઈડમાંથી નીકળી ગયા બાદ વેપારીને પાઈપથી લમધાર્યા ; ઘટના સીસીટીવીમાં કેદ થતા ગુનો દાખલ

અમરેલી એસ.ટી. બસનાં એક ડ્રાઈવરને બસ વ્યવસ્થિત ચલાવવા અંગે અમરેલીનાં એક દરજી શખ્સે જણાવેલ હતું જેના મનદુઃખમાં આજે સવારે એસ.ટી.નો ડ્રાઈવર સહિત ત્રણ શખ્સોએ બાઈક ઉપર દરજીની દૂકાને ધસી જઈ તમંચામૌંથી બે રાઉન્ડ ફાઈરીંગ કરી વેપારીને પાઈપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટનાથી ભારે ચકચાર જાગેલ હતી. વેપારી બજારમાં સરા જાહેર ફાઈરીંગની ઘટનાથી અફડા તફડીનો માહોલ સર્જાયેલ હતો.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગત મુજબ અમરેલીમાં લક્કી ટ્રાવેલ્સની ગલી નામે પ્રખ્યાત વેપારી બજારમાં બિપિન મેન્સવેર નામની દરજીકામની દૂકાન ધરાવતાં બિપીનભાઈ મનસુખભાઈ જેઠવાં ગઈકાલે પોતાનાં પરીવાર સાથે સોમનાથ અમરેલી રૂટની એસ.ટી. બસમાં આવી રહેલ હતાં. બસનો ડ્રાઈવર અકસ્માત સર્જાય તે રીતે બસ ચલાવતો હતો. તેથી દરજી વેપારીએ ડ્રાઈવરને વ્યવસ્થિત ચલાવવાં જણાવેલ હતું. ત્યારે ગુસ્સે ભરાયેલા બસનાં ડ્રાઈવરે દરજીને ભડાકે દેવાની ધમકી આપેલ હતી.

Read About Weather here

આજે સવારે દરજી પોતાની દૂકાને હાજર હતો ત્યારે બાઈક ઉપર એસ.ટી.નો ડ્રાઈવર રઘુ ભનુભાઈ ધાધલ, રાજેન્દ્ર ઉર્ફે રાજભા જયમલભાઈ ગોહિલ અને દેવાંગ ઉર્ફે દેવલો યશવંતભાઈ સહિત ત્રણ શખ્સો દૂકાને ધસી આવેલ હતાં. અને વેપારીને પાઈપ વડે મારવા લાગેલ હતાં. તે અરસામાં એક શખ્સે તમંચો કાઢી દરજી ઉપર ફાઈરીંગ કરવા જતાં દરજીએ હાથ પકડી લેતાં સાઈડમાંથી ગોળી નિકળી ગયેલ હતી. બીજુ ફાઈરીંગમાં પણ દરજીનો આબાદ બચાવ થયેલ હતો બાદમાં વેપારીને બેરહેમથી માર મારવામાં આવતા સારવારમાં ખસેડાયેલ હતો. જયાં ધવલ દરજીએ ત્રણેય શખ્સો સામે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here