અમદાવાદમાં વસતા રાજસ્થાન સમાજનો મોટો નિર્ણય: સાદગીથી ઉજવાશે હોળી ધુળેટી પર્વ (26)

AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

અમદાવાદમાં રાજસ્થાન સમાજના ૧૦ લાખ લોકો વસી રહૃાા છે

Subscribe Saurashtra Kranti here.

અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહૃાું છે તેવામાં શહેરની કેટલીક ક્લબ દ્વારા ધુળેટી પર્વનું આયોજન નહિ કરવાનું નક્કી કર્યું છે. ત્યારે અમદાવાદમાં વસતા રાજસ્થાન સમાજના અગ્રણીઓ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે કોરોનાના કારણે હોળી ધુળેટી પર્વ સાદગીથી મનાવવા નિર્ણય રાજસ્થાન સમાજ દ્વારા કરાયો છે.

હાલમાં કોરોના વાયરસે આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. તેવામાં હાલમાં મોટો તહેવાર હોળી ધૂળેટી આવી રહૃાો છે. આ તહેવારમાં રાજસ્થાન સમાજના લોકો ધૂમધામપૂર્વક ઉજવતા હોય છે. પણ હાલ કોરોનાના કેસોની સ્થિતિને જોતા રાજસ્થાન સમાજ અને સમાજના ડોકટરે અનોખી પહેલ કરી છે. રાજસ્થાન સમાજના યુવા મંચના કન્વીનર ગિરિવર સિંહ શેખાવત જણાવે છે કે, અમદાવાદમાં રાજસ્થાન સમાજના ૧૦ લાખ લોકો વસી રહૃાા છે. સમાજ દ્વારા દરવર્ષે શહેરના અલગ અલગ વિસ્તારમાં હોળી ધૂળેટી પર્વની ઉજવણી માટે ૨૦થી ૨૫ કાર્યક્રમો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાય છે. પરંતુ આ વખતે હોળી ધૂળેટી લોકો સાદગીથી મનાવે તેવું નક્કી કરાયું છે. શહેરના અલગ અલગ ઝોનમાં સમાજના અગ્રણીઓ મીટીંગ ગોઠવી તહેવાર સાદગીથી ઉજવણી થાય તેની જાણકારી અપાશે.

Read About Weather here

તહેવારની ઉજવણી સાદગીથી એટલે લોકોએ ઘરની બહાર નીકળવું નહિ. તહેવારની શુભેચ્છા સોશિયલ મીડિયાના માધ્યમથી આપવી. જો કોઈ અગત્યના કારણોસર બહાર નીકળવાનું થાય તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે જાગૃતિ અને જાણકારી ઝોનના અગ્રણીને સોપાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here