અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે પૈસા ચૂકવવા પડશે (20)

corona-hospital-હોસ્પિટલો
corona-hospital-હોસ્પિટલો

Subscribe Saurashtra Kranti here.

હોસ્પિટલો બિલ મામલે કૌભાંડ કરશે તો તેની સામે અગાઉની જેમ કાર્યવાહી કરવામાં આવશે

હોસ્પિટલો:કોરોનાની ગુજરાતમાં એન્ટ્રીને એક વર્ષ પૂરુ થયું. જોકે, આપણે હતા ત્યાંના ત્યા જ છીએ. ગત વર્ષે ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યા બાદ સરકારે ટેસ્ટીંગથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ આપી હતી. જેમાં અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવતી હતી. પરંતુ એક વર્ષ બાદ સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. કોરોનાના કેસ તો વધ્યા છે, પરંતુ હવેથી અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોઈ દર્દીને વિનામૂલ્યે સારવાર નહિ મળે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે કોરોના દર્દીઓને રૂપિયા ખર્ચવા પડશે.

અમદાવાદમાં હવે ખાનગી કોવિડ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર નહિ મળે. અગાઉ ખાનગી હોસ્પિટલોમાં ૫૦ ટકા બેડ કોર્પોરેશને પોતાના હસ્તક રાખ્યા હતા. જેના નાણાં એએમસી દ્વારા ચૂકવવામાં આવતા હતા. પરંતુ હવેથી ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને સારવાર લેવી હશે તો નાણાં ચૂકવવા પડશે. આ વિશે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોશિયેશનના ડોકટર ભરત ગઢવીએ વધુમાં કહૃાું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવેથી ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને નહિ મોકલે. ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે બેડ વધારવામાં આવશે. અગાઉ ૫૦ ટકા ખાનગી હોસ્પિટલના બેડ પર એએમસી તરફથી કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાતી હતી, જે હવેથી બંધ કરવામાં આવી છે.

Read About Weather here

ખાનગી કોવિડ હોસ્પિટલના ૧૦૦ ટકા બેડ પર દર્દીઓને સારવાર માટે નક્કી કરાયેલો ચાર્જ ચૂકવવાનો રહેશે. જોકે, કોરોનાના દર્દીઓ પાસેથી સરકારે અગાઉ નક્કી કરેલો જ ચાર્જ વસૂલવામાં આવશે. તેમજ જો કોઈ હોસ્પિટલ બિલ મામલે કૌભાંડ કરશે તો તેની સામે અગાઉની જેમ કાર્યવાહી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here