અંકલેશ્વર: ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત, ક્લીનરનું મોત

અંકલેશ્વર: ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત, ક્લીનરનું મોત
અંકલેશ્વર: ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત, ક્લીનરનું મોત

અકસ્માત થતા હાઇ-વે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય

અંકલેશ્વરની વાલિયા ચોકડી નેશનલ હાઇ-વે ઓવરબ્રિજ ઉપર સિમલાથી સફરજન ભરી મુંબઈ જતો આયશર ટેમ્પો આગળ ચાલતી ટ્રક સાથે અથડાતા ટેમ્પાના ક્લીનરને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય હતી.

Read National News : Click Here

Read About Weather here

વાલિયા ચોકડી ઉપર હાઇ-વે ઓવરબ્રિજ પર આગળ ચાલતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા ટેમ્પો ટ્રક સાથે અથડાતા અકસ્માત  સર્જાયો હતો. આ અકસ્માતમાં આયશર ટેમ્પાના ક્લીનર અશોક બલરામને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા શહેર પોલીસનો કાફલો આવી પહોંચી મૃતક ક્લીનર અશોક બલરામના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરની ડિસ્પેન્સરી ખાતે ખસેડી બંન્ને વાહનોને ખસેડી ટ્રાફિકને પુનઃશરુ કરાવી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.