અંકલેશ્વરના બે સ્થળોએથી ટ્રાવેલિંગ બેગમાંથી મળેલા અજાણ્યા પુરૂષના મૃતદેહના ટુકડાઓનો પર્દાફાશ

અંકલેશ્વરના બે સ્થળોએથી ટ્રાવેલિંગ બેગમાંથી મળેલા અજાણ્યા પુરૂષના મૃતદેહના ટુકડાઓનો પર્દાફાશ
અંકલેશ્વરના બે સ્થળોએથી ટ્રાવેલિંગ બેગમાંથી મળેલા અજાણ્યા પુરૂષના મૃતદેહના ટુકડાઓનો પર્દાફાશ

બાંગ્લાદેશી મિત્રને ઊંઘની ગોળી પીવડાવી બેભાન કરી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ

અંકલેશ્વરના અમરતપરા અને સારંગપુર ગામ નજીકથી ટ્રાવેલિંગ બેગ મળી આવી હતી જેમાંથી અજાણ્યા પુરૂષના ધડ સિવાયના તમામ અંગો ટુકડા કરેલી અવસ્થામાં મળી આવ્યા હતા અને મૃતકની ઓળખ કરવા સાથે ટ્રાવેલિંગ બેગ નાખી જનાર રિક્ષાચાલકની સીસીટીવી ફૂટેજના આધારે અટકાયત કરતાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં ભરૂચ એલસીબી પોલીસને સફળતા મળી હતી અને સમગ્ર પ્રકરણમાં ત્રણ બાંગ્લાદેશી અને એક રિક્ષા ચાલકની 4 જણાની ધરપકડ કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આવેલ અમરતપરા અને નજીકના સારંગપુર ગામ નજીક અવાવરૂ જગ્યાએથી અજાણ્યા પુરૂષના મૃતદેહ ભરેલી ટ્રાવેલિંગ બેગ મળી આવી હતી આ ટ્રાવેલિંગ બેગ પણ નાખી ગયું હતું તે દિશામાં તપાસ કરવામાં આવી હતી જેમાં અમરતપરા નજીક જે રિક્ષાચાલક ટ્રાવેલિંગ બેગ નાખી ગયો હતો તે રિક્ષાચાલક નૌસાદ ઈંદ્રીશખાનની ધરપકડ કરવામાં આવતા તેને ટ્રાવેલિંગ બેગ નાખી દેવા માટે બાંગ્લાદેશીઓએ આપી હતી તેવી કબુલાત કરતા તેને ટ્રાવેલિંગ બેગ આપનાર ત્રણેય બાંગ્લાદેશીઓની શંકાસ્પદ અવસ્થામાં ધરપકડ કરી

પૂછપરછ કરતા ચારે જણા ભાંગી પડ્યા હતા અને મરણ જનાર બાંગ્લાદેશનો અકબર હોવાની કબૂલાત કરવા સાથે તે વારંવાર બાંગ્લાદેશીઓ અહીંયા ગુજરાતમાં રહેતા હોવાની બાતમી પોલીસને આપવાનો હોવાની ધમકી આપતા હોવાના કારણે અને તેના જ બાંગ્લાદેશી મિત્રોએ ઊંઘની ગોળી પીવડાવી તેને બેભાન કરી તેની કરપીણ હત્યા કરી તેના મૃતદેહના ટુકડે ટુકડા કરી ટ્રાવેલિંગ બેગમાં પેક કરી તમામ પુરાવાનો નાશ કરવાના પ્રયાસો કર્યા હોવાની કબૂલાત કરતાં સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવામાં ભરૂચ એલસીબી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ હતી.

Read About Weather here

પોતાના જ બાંગ્લાદેશી મિત્રની હત્યા કરી ટૂકડે ટૂકડા કરનાર 4 આરોપીઓની વિગત: નૌસાદ ઈંદ્રીશખાન (ઉ.વ. 49 રિક્ષાચાલક હાલ રહેવાસી અંકલેશ્વર બાપુનગર વોટર પ્લાન્ટ મૂળ રહેવાસી યુપી બિહાર), અજોમ સમસુ શેખ (ઉ.વ. 55 હાલ રહેવાસી લાલ બજાર કોઠી વડા રોડ અલ્લારખ્ખાના મકાનમાં મૂળ રહેવાસી બાંગ્લાદેશ), મોફિસ મોહમ્મદ મુલલા (ઉ.વ. 34 હાલ રહેવાસી બાપુનગર રાજપીપળા રોડ અંકલેશ્વર મૂળ રહે બાંગ્લાદેશ), લેસીન જાકીર અબ્દુલ મુલર્લા (ઉ.વ. 37 હાલ રહે મંગલદીપ સોસાયટી મીરાનગર રાજપીપળા રોડ મૂળ રહે બાંગ્લાદેશ)

બાંગ્લાદેશી મિત્રો એક બાંગ્લાદેશી મિત્રને ઊંઘની ગોળી ખવડાવી બેભાન કરી ઠંડા કરે છે હત્યા કરી તેના મૃતદેહનો નિકાલ કરવા માટે મૃતદેહના ટુકડે ટુકડા કરી ટ્રાવેલિંગબેગમાં પેક કરી રિક્ષાચાલક મારફતે નિકાલ કરવામાં આવ્યો હતો આ સમગ્ર પ્રકરણમાં ભરૂચ જિલ્લાની પોલીસ ભેદ ઉકેલવા માટે તનતોડ મહેનત કરી રહી હતી અને સૌપ્રથમ રિક્ષા ચાલકની અટકાયત કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here