અમદાવાદ સોમવારના કોબા ખાતે એક ખાનગી સ્ટેડિયમમાં સ્વર્ણિંમ ગુજરાત MLA ક્રિકેટ લીગની શરૂઆત કરવામાં આવી હતી. આ MLA લીગની શરૂઆત કરાવતા ભૂપેન્દ્ર પટેલે ક્રિકેટ મેદાન પર બેટિંગ કરતા જોવા મળ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here


ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. રાજ્યની વિવિધ ટીમો સાથે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 20, 27 અને 28 માર્ચના આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 10 ટીમ વચ્ચે ટૂર્નામેન્ટ રમાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ ટૂર્નામેન્ટની શરૂઆત કરાવી હતી. ભૂપેન્દ્ર પટેલ બેટિંગ બાદ બોલિંગ કરી મેચની શરૂઆત કરાવી હતી. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ બેટિંગ અને બોલિંગ કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોલિંગ કરી હતી.
Read About Weather here
આ લીગનું આયોજન કોબા ખાતે એક ખાનગી ક્રિકેટ સ્ટેડિમયમાં કરવામાં આવ્યું હતું. આ લીગની પ્રથમ મેચ 20 માર્ચના સોમવારની સાંજે 7 વાગ્યે બનાસ અને વિશ્વામિત્ર ટીમ વચ્ચે રમાઈ હતી. ત્યારબાદ 8.30 વાગ્યે તાપી સામે ભાદર વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારબાદ સરસ્વતીની સામે શેત્રુંજી 10 વાગ્યે મેચ રમાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 28 માર્ચે રાત્રે 10.00 વાગ્યે રમાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here