સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરાવવામાં ગંભીર બેદરકારી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરાવવામાં ગંભીર બેદરકારી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરાવવામાં ગંભીર બેદરકારી
દેશભરની યુનિવર્સિટીઓમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ દરેક યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે જ શિક્ષણ આપવા એસઓપી પણ જાહેર કરી દીધી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરાવવામાં ગંભીર બેદરકારી હોવાનું બહાર આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે ખુદ યુનિવર્સિટીના જ સિન્ડિકેટ સભ્ય ડૉ. રાજેશ કાલરિયાએ કુલપતિને પત્ર લખીને થયેલી ચૂક સુધારવા જણાવ્યું છે. સિન્ડિકેટ સભ્યએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને વિષય પસંદગીમાં અનેક વિષયોના વિકલ્પ આપ્યા છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં તેનો છેદ ઉડાવી માત્ર ગણતરીના જ વિકલ્પમાંથી વિષય પસંદ કરવા વિદ્યાર્થીઓને દબાણ કરાયું છે. કેન્દ્રએ વિદ્યાર્થીઓનો વિષય પસંદગીનો દરિયો આપ્યો જ્યારે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને માત્ર ચમચી આપી સંતોષ માની લીધો છે.યુનિવર્સિટી અને કોલેજોમાં પ્રોફેસરની સગવડતા, પરીક્ષા લેવાની સરળતા અને કોર્સ તૈયાર કરનારની પસંદગીને ધ્યાનમાં રાખીને જ અમુક વિષયો જ પસંદગી માટે વિદ્યાર્થીઓને અપાયા છે. મારું સ્પષ્ટ સૂચન છે કે, હવે એક પણ દિવસનો વિલંબ કર્યા સિવાય મિટિંગ, કમિટી સમિતિ કર્યા સિવાય ટૂંકો પણ બિલકુલ સ્પષ્ટ પરિપત્ર કરીને તમામ કોલેજોને જણાવવું જોઈએ કે એસ.ઓ.પી. ના તમામ વિષયો વિદ્યાર્થીઓના ધ્યાને બિનચૂક મૂકવા જ. એકબાજુ સાૈરાષ્ટ્ર યુનિવર્સિટી ભવનો અને કોલેજોમાં નવી શિક્ષણનીતિનો અમલ કરાવવા વિવિધ કોર્સ લાગુ કરી રહી છે ત્યારે ખુદ સિન્ડિકેટ સભ્યએ જ વિષય પસંદગીમાં લોલમલોલ થતી હોવાનો પત્ર લખ્યો છે.

Read About Weather here

કોઈ કોલેજ કોઈપણ કારણસર વિદ્યાર્થીઓને પોતાની પસંદગીના વિષય જૂથમાં વિષય હોય અને તે ભણવાની છૂટ ન આપે તો તેવા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીને સીધી ફરિયાદ કરી શકે એવી જાણકારી પણ આપવી જોઈએ. વિદ્યાર્થીઓ આપણા વ્યવસ્થાપનના અભાવે અંધારામાં ન રહી જાય અને 35 વર્ષ પછી મળેલી ઉમદા તકથી વંચિત ન રહી જાય તે જોવાની આપણી નૈતિક અને વ્યવસાયિક ફરજ છે. સરકારના ધ્યાન પર આવે અને જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં લેવાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હશે, પરંતુ આપણા સૌમાં રહેલો, મબલખ પગાર મેળવતો માહ્યલો આપણને માફ નહીં કરે તેવું પણ ડૉ. કાલરિયાએ પત્રમાં જણાવ્યું છે. ડૉ. કાલરિયાએ કુલપતિને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને વિઝન ડ્રાફ્ટમાં વિશાળ બાસ્કેટમાં આપેલા અસંખ્ય વિષયોને બદલે મર્યાદિત ચોઈસ આપવામાં આવી છે તેવું જણાય છે.

વાસ્તવિકતા એ છે કે, વિદ્યાર્થીઓ પોતાની રુચિ, રસ, શક્તિ અને મહત્ત્વાકાંક્ષા મુજબ ઈચ્છે તે વિષય બાસ્કેટમાંથી પસંદ કરી શકે છે. સવાલ એ છે કે આપણે આ બધા જ વિષયો વિદ્યાર્થીઓના ધ્યાન પર મૂક્યા છે ખરા? તેઓ ઈચ્છે તે વિષય રાખી શકે છે તેઓ પોરસ આપણે ચડાવ્યો છે ખરો? સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે ખરું? બહુધા એવું જોવા મળ્યું છે કે અધિકાર મંડળોમાં મર્યાદિત વિષયોના ઝૂમખા બનાવીને તેમાંથી જ વિદ્યાર્થીઓ પસંદ કરે તેવી વ્યવસ્થા ગોઠવી અને આપણે નવી કહેતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કર્યો છે તેવો સંતોષ માનીને બેસી રહ્યા છીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here