સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની EDSCની બેઠકમાં પરીક્ષામાં ગેરરીતિ મામલે 59 વિદ્યાર્થીઓને ફટકારવામાં આવી સજા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની EDSCની બેઠકમાં પરીક્ષામાં ગેરરીતિ મામલે 59 વિદ્યાર્થીઓને ફટકારવામાં આવી સજા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની EDSCની બેઠકમાં પરીક્ષામાં ગેરરીતિ મામલે 59 વિદ્યાર્થીઓને ફટકારવામાં આવી સજા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી (EDSC)ની સોમવારે મળેલી બેઠકમાં કુલ 59 વિદ્યાર્થીઓને સજા ફટકારવાનો નિર્ણય લેવાયો હતો.EDSCની બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે અને મંગળવારે એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી (EDSC)ની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોમવારના રોજ પેપર દરમિયાન મળેલા મોબાઈલ અને કાપલીઓ, હોલ ટિકિટ પાછળ લખાણ, હાથ-પગમાં લખાણ, કંપાસમાં લખાણ, ગેરવર્તણૂક, ઉત્તરવહી ઘરે લઈ જવી વગેરે બાબતોની ગેરરીતિનું હિયરિંગ કરાયું હતું અને કુલ 59 વિદ્યાર્થીઓને સજા ફટાકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

Visit Saurashtra Kranti Homepage here

આ બેઠકમાં એક વિદ્યાર્થિની ઉત્તરવહીને ઘરે લઈ ગઈ હતી, તે મુદ્દો જોરદાર ઉછળ્યો હતો. વાસ્તવમાં BAના સેમેસ્ટર 2ની પરીક્ષા ચાલી રહી હતી, પેપર પૂર્ણ થયા બાદ ઉત્તરવહીની ગણતરી કરતી વખતે એક ઉત્તરવહી ઘટી હતી. ત્યારબાદ સામે આવ્યું હતું કે એક વિદ્યાર્થિની ઉત્તરવહીને પોતાના ઘરે લઈ છે. જે બાદ તેને ઉત્તરવહી પરત આપવા જણાવ્યું હતું અને તે વિદ્યાર્થીની ઉત્તરવહી પરત આપી ગઈ હતી. જે બાદ તેની આખી પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ વિદ્યાર્થિનીને 1+6 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી.

Read About Weather here

જ્યારે પરીક્ષામાં ઉતરવહીમાં જવાબ અન્ય પાસે લખાવનાર વિદ્યાર્થીને 1+4 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે પરીક્ષાખંડમાં મોબાઈલ સાથે રાખનાર વિદ્યાર્થીને પણ 1+4 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી. ગઈકાલની ઈડીએસીની બેઠકમાં 59માંથી 55 વિદ્યાર્થીઓને 1+1 સેમેસ્ટરની સજા, 3 વિદ્યાર્થીઓને 1+4 અને અને 1 વિદ્યાર્થિનીને 1+6 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી.


Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here