અમદાવાદ શહેરની સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુસર સિલ્વર ટ્રોલી તેમજ ન્યુસન્સ સ્પોટ નાબુદ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં આવે છે. અમદાવાદમાં સોસાયટી બહાર કચરો હશે તો રૂપિયા 10 હજાર સુધીનો દંડ થશે! અમદાવાદ મનપાએ આ માટે 30-30 સભ્યોની 100 ટીમ પણ બનાવી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ ઉપરાંત શહેરમાં સાત ઝોનમાં અમદાવાદ મનપા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે. હવે એએમસી દ્વારા રાત્રી દરમિયાન એસ્ટેટ વિભાગ અને ફલાઇંગ સ્કવોર્ડની ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે. જાહેર રસ્તા પર કચરો નાખનાર એકમ સામે દંડનાત્મક કાર્યવાહી અને એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here