સુરેન્દ્રનગરના દૂધરેજ વડવાળા મંદિરના સાધુ પરના હુમલાના બનાવમાં

સુરેન્દ્રનગરના દૂધરેજ વડવાળા મંદિરના સાધુ પરના હુમલાના બનાવમાં
સુરેન્દ્રનગરના દૂધરેજ વડવાળા મંદિરના સાધુ પરના હુમલાના બનાવમાં

આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

સુરેન્દ્રનગરના દૂધરેજ વડવાળા મંદિરના સાધુ જીણારામ પર વર્ષ 2020માં હુમલો કરી માથામાં ઈજાઓ પહોંચાડી રોકડ રૃા.6,000ની લૂંટનો બનાવ બન્યો હતો. તેમજ અન્ય બે વ્યક્તિને પણ માથામાં મારી સોનાના ચેઈનની લુંટ કરી હતી. જેમાં સારવાર દરમિયાન સાધુનું મોત નિપજ્યું હતું.

જે મામલે આરોપી લાલો ગાંડાભાઈ ગોલતર સામે ફરિયાદ નોંધાઈ હતી. જે જે ત્રણેય કેસ એક સાથે સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને આધાર પુરાવાને ધ્યાને લઈ ન્યાયાધીશ પી.એસ.ગઢવી દ્વારા આરોપી લાલો ગોલતરને હત્યા અને લૂંટના કેસમાં આજીવન કેદની સજા તેમજ અન્ય બે કેસમાં 10 વર્ષની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો.”