સુરત સિવિલ કોવિડ હોસ્પિટલમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ!!!

સિવિલ કોવિડ હોસ્પિટલ
સિવિલ કોવિડ હોસ્પિટલ

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દી વધી રહૃાા છે

દર્દી માત્ર સાદો ફોન જ સાથે રાખી શકશે

Subscribe Saurashtra Kranti here

સુરતની સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ કોરોના કાળમાં એક તઘલખી નિર્ણય લીધો છે. નવી સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવેથી દર્દી માત્ર સાદો ફોન જ સાથે રાખી શકશે. તો તંત્રના આ નિર્ણયથી દર્દીના સંબંધી અને પરિવારના સભ્યો મુંઝવણમાં મુકાયા છે. સ્માર્ટફોન દર્દી પાસે રહેતો હતો તો વીડિયો કોલથી વાત થઇ શકતી હતી. એટલું જ નહીં અત્યારે ઘણા દર્દીઓ પાસે સાદૃો ફોન પણ નથી. ત્યારે આ નવા ફતવાએ દર્દીઓની મુશ્કેલી વધારી છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બનાવમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં હવે સ્માર્ટ ફોન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. દર્દીના સંબંધી અને પરિવારમાં સભ્યો મુંઝવણમાં મુકાઈ ગયા છે. સ્માર્ટફોન દર્દી પાસે રહેતો હતો તો વિડીયો કોલ કરીને વાત કરવામાં આવતી હતી, જેથી દર્દીના પરિવારના સભ્યો અને દર્દી વચ્ચે એક સંબંધ (એક સેતુ) જળવાઈ રહેતો હતો. પરંતુ હવે માત્ર સાદો ફોન લઈ જવા દેવામાં આવી રહૃાો છે, તો કેટલાક દર્દીને સાદૃા ફોન પણ નથી લઈ જવા દેવામાં આવી રહૃાા. એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહૃાું છે. બીજી તરફ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દી વધી રહૃાા છે. ત્યાં આ નવો ફતવો દર્દીઓની મુશ્કેલીમાં વધારો કરી રહૃાો છે.

Read About Weather here

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં કોરોનાના દર્દી ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહૃાા છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૪૪ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહૃાો છે. સુરતમાં ૫૬૩ જયારે ગ્રામીણ વિસ્તારમાં ૮૧ દર્દી સાથે કુલ દર્દી સંખ્યા ૬૪૪૫૧ પર પહોંચી છે, જયારે આજે ૦૪ લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક ૧૧૭૩ પર પહોંચ્યો છે, તેવામાં આજે ૬૯૫ દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here