સુરત: માતાએ એક વર્ષીય પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લીધું

સુરત: માતાએ એક વર્ષીય પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લીધું
સુરત: માતાએ એક વર્ષીય પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લીધું

પાડોશીને કચરો નાખવા જાઉ છું કહી નીકળી હતી, પતિ મોડી રાત સુધી શોધતો રહ્યો

રાજ્યભરમાં દરરોજ અનેક પ્રકારનાં આપધાતના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ સુરતમાં એક આનોખો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. માતાએ એક વર્ષનાં પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેર પી આપઘાત કર્યો.

કાપોદ્રામાં માતાએ એક વર્ષના પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લીધું હતું. માતા-પુત્રને સ્મિમેર લઇ જવાતાં જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેનું મોત થયું હતું. માનસિક સંતુલન ગુમાવી દેતાં માતાએ પગલું ભર્યું હોવાની પરિવારે આશંકા વ્યકત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

નાના વરાછા શિવધારા ખાતે રહેતા જીગ્નેશભાઈ ગજેરા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે તેઓ કારખાને ગયા હતા ત્યારે બપોર તેમની 30 વર્ષીયપત્ની ચેતનાબેન તેમના એક વર્ષીય પુત્ર અંશને લઈ ઘરેથી નીકળ્યા હતા. અંશ ઘરમાં રહેતો ન હોવાથી તેને લઈ કચરૂ નાંખવા જઈ રહ્યાનું પાડોશી મહિલાને કહી નીકળ્યા બાદ ચેતનાબેન ઘરે પરત ફર્યા ન હતા. દરમિયાન બપોરે ચેતનાબેન અને અંશ ઝેર પીધેલી હાલતમાં ઝડફીયા સર્કલ પાસેથી મળી આવ્યા હતા.

108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને સ્મીમેર ખસેડ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ ચેતનાબેનનું સાંજે અને અંશનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું. બીજી તરફ સાંજે કારખાનેથી ઘરે આવેલા જીગ્નેશભાઈને પત્ની અને પુત્ર ઘરે ન દેખાતા તેમણે શોધખોળ કરી હતી.

Read About Weather here

બંનેનો પત્તો ન લાગતા મોડી રાત્રે સરથાણા પોલીસમાં મિસિંગ રીપોર્ટ નોંધાવી હતી. આ દરમિયાન એક મહિલા અને બાળક કાપોદ્રા ઝડફીયા સર્કલ પાસેથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હોવાની સરથાણા પોલીસને જાણ થતા તેમણે બન્નેનો ફોટો જીગ્નેશભાઈને બતાવતા બન્નેની ઓળખ થઈ હતી. બનાવ અંગે કાપોદ્રા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here