સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વહેલી સવારે 6 વાગે Y-જંકશન ઉપર વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં શહેરભરના 1.25 લાખ જેટલા લોકો એકત્રિત થવાના હતા, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી હતી.આજે સુરતમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં સુરતીઓએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને સવા લાખની સામે 1.45 લાખ લોકોએ યોગ કર્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલને ગિનીસ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિએ ગિનીસ બુક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્ર આપ્યું હતું.PM મોદી વર્ચ્યુલ સંબોધન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે.જે લોકો યોગ સાથે વર્ષોથી જોડાયા છે. તેમણે યોગની ઊર્જા અનુભવી છે. ભારતે હંમેશા જોડવાનું કામ કર્યું છે. નવા વિચારોનું સ્વાગત કર્યું છે. વિવિધતાને સ્વીકારીએ છે. યોગ ચેતનાથી જોડે છે પ્રાણીમાત્ર સાથે પ્રેમનો આધાર આપે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, UNમાં મોદીએ યોગ કરીને ફરી એકવાર ભારત માતાને ગર્વ અપાવ્યું છે. યોગના 21 યોગ સ્ટુડિયો નવા શરૂ કરી રહ્યા છે.
Read About Weather here
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે સુરત ઇતિહાસ રચી દેશે. 1 લાખ કરતાં વધુ લોકો જોડાયા, .મોડે સુધી જાગતા સુરતીઓ આજે 4 વાગ્યાથી અહીં આવી રહ્યા હતા. 250 સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભૂતો ન ભવિષ્યતિ જેવો કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી અમેરિકામાં છે પણ ગુજરાત અને તેમાં પણ સુરતમાં આ દૃશ્ય અદભૂત જોવા મળ્યો છે.‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા ઉપસ્થિતિ રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here