સાત દાયકા પછી ગીર જંગલનાં આકાશમાં ઉડતા દેખાશે ચિલોત્રો જાતિનાં પક્ષી

સાત દાયકા પછી ગીર જંગલનાં આકાશમાં ઉડતા દેખાશે ચિલોત્રો જાતિનાં પક્ષી
સાત દાયકા પછી ગીર જંગલનાં આકાશમાં ઉડતા દેખાશે ચિલોત્રો જાતિનાં પક્ષી

ગીરમાંથી ગાયબ થઇ ગયા બાદ ફરી કુદરતનાં સુંદર સર્જન સમાન પક્ષીને વસાવવાના પ્રયાસો

વન વિભાગ દ્વારા 20 ભારતીય દૂધરાજ પક્ષીઓની જોડી ગીર નેશનલ પાર્કમાં ઉડતી કરાઈ

1936ની સાલમાં ગીર પંથકમાં સેંકડો ચિલોત્રો પક્ષી હતા પણ બાદમાં અચાનક ગાયબ થઇ ગયા હતા

ગ્રે હોર્નબિલ પક્ષી એટલે કે જેને આપણે દેશી ભાષામાં ચિલોત્રો અથવા તો દૂધરાજ પક્ષી તરીકે ઓળખીએ છીએ. એ પક્ષીઓ સાત દાયકા પહેલા ગીરનાં જંગલની શોભા બન્યા હતા. પણ 1936 પછી ગીર જંગલમાંથી આ સુંદર પક્ષી એકાએક અલોપ થવા લાગ્યા હતા અને ગીરમાંથી નામ શેષ થઇ ગયા હતા.

હવે ફરીથી એમને ગીર નેશનલ પાર્ક અને સાવજ અભ્યારણમાં વસાવવાના પ્રયાસો વેગવાન બનાવવામાં આવ્યા છે.

તાજેતરમાં વન વિભાગ દ્વારા 20 જેટલા ગ્રે હોર્નબિલ પક્ષી ગીર નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે. જેથી કરીને ફરી એમને ગીરમાં વસાવી શકાય. એક સમયે ગીરમાં હજારોની સંખ્યામાં ચિલોત્રો જાતિનાં પક્ષીઓ ગીરનાં આકાશમાં ઉડાઉડ કરતા રહેતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

વન વિભાગનાં નાં. સંરક્ષક મોહનરામે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં હોર્નબિલની શોષણ જેટલી જાતિઓ જોવા મળી છે. જેમાંથી ૪૮ ટકા જાતિઓ લુપ્ત થવાના આરે છે. 10 પ્રકારનાં ચિલોત્રો પક્ષી એટલે કે દૂધરાજ ભારતીય ખંડમાં જોવા મળે છે.

જૂનાગઢ વન વિભાગનાં મુખ્ય સંરક્ષક દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, ગીર જંગલમાં વધુ ૨૦ હોર્નબિલ છોડવાનું આયોજન છે. આગામી 3 થી 4 વર્ષમાં આ પક્ષીઓની વસ્તી વધી જવાની સંભાવના છે. એમની સંખ્યા એટલે હોર્નબિલની ૫૦૦ જોડી થઇ જાય એ પછી તેના નામ શેષ થવાનો ડર રહેશે નહીં.

સદ્દગત પક્ષી શાસ્ત્રી ધર્મકુમારસિંહજીએ એક સમયે સરકારને પણ એવું સૂચન કર્યું હતું કે, ગીર જંગલની સમગ્ર ઇકો સિસ્ટમ માટે ચિલોત્રો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એટલે આ જાતિનાં પક્ષીઓને ગીર વિસ્તારમાં ફરીથી વસાવવા જોઈએ. મુંબઈની નેચરલ હિસ્ટ્રી સોસાયટીનાં વૈજ્ઞાનિક દુષ્યંત પારાસરે જણાવ્યું હતું કે, ચિલોત્રો એટલે કે દૂધરાજ પક્ષી (હોર્નબિલ) એ મૂળભૂત રીતે ફળ ખાઈને જીવતું પક્ષી છે.

Read About Weather here

વિશાળકાય વૃક્ષો તેના વસવાટ માટે જરૂરી છે. ફળ- ફળાદીની શોધમાં આ પક્ષીઓ લાંબા અંતર સુધી પ્રવાસ કરવા ટેવાયેલા હોય છે. આથી સમગ્ર પર્યાવરણ વ્યવસ્થાને ખૂબ જ મદદરૂપ બને છે. ઠેરઠેર તેની હગાર વેરાયેલી હોય છે. જેનાથી ઇકો સિસ્ટમને ખૂબ જ મદદ મળે છે.

માદા હોર્નબિલ એમના સંવનનકાળમાં માત્ર બે ઈંડા મુકતી હોય છે. આથી તેનો કાળજીપૂર્વક ઉછેર કરવાથી સમગ્ર પર્યાવરણ વિસ્તારને સમૃધ્ધ અને શુધ્ધ બનાવી શકાય છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here