વાંચકોનું પ્રતિબિંબ, સચોટ સમાચારોમાં હંમેશા મોખરે : પ્રદીપભાઇ શાહ.

વાંચકોનું પ્રતિબિંબ, સચોટ સમાચારોમાં હંમેશા મોખરે : પ્રદીપભાઇ શાહ.
વાંચકોનું પ્રતિબિંબ, સચોટ સમાચારોમાં હંમેશા મોખરે : પ્રદીપભાઇ શાહ.

અખબારી જગતના ભિષ્મ પિતામહ શ્રી બાબુભાઇ શાહે આજથી 37 વર્ષ પૂર્વે જેનો પાયો નાંખ્યો હતો તે  ‘સાંજ સમાચાર’ આજે વટવૃક્ષ બની આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઘર ઘર સુધી પહોંચી ગયું છે. ‘સાંજ સમાચાર’નો વર્ષ 2023-24ની વાર્ષિક ઇનામી યોજનાનો ડ્રો અને એજન્ટ સ્નેહમિલન સમારોહ ‘સાંજ સમાચાર’ કોર્પોરેટ હાઉસ ખાતે એજન્ટો, અખબારી વિતરકો, પ્રેસ પ્રતિનિધિઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયો હતો. 

પારિવારિક વાતાવરણમાં આયોજીત કરાયેલા આ સમારોહમાં ‘સાંજ સમાચાર’ના તંત્રી અને પરિવારના મોભી શ્રી પ્રદીપભાઇ શાહે અધ્યક્ષસ્થાને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ‘સાંજ સમાચાર’એ વાંચકોનું પ્રતિબિંબ છે. સચોટ  અને વિશ્વસનીય સમાચારો આપવામાં ‘સાંજ સમાચાર’એ મોખરે રહેલું છે. ‘સાંજ સમાચાર’માં છેલ્લામાં છેલ્લા સમાચાર આવરી લેવામાં આવે છે. ‘સાંજ સમાચાર’એ સચોટ અને વાસ્તવિકતાનું નિરૂપણ કરતા સમાચાર આપવામાં કોઇ બાંધછોડ નથી. 

શ્રી પ્રદીપભાઇ શાહે વધુમાં જણાવ્યું હતું કે, વિસ્તૃતમાં સમાચાર માત્ર પ્રિન્ટ મીડિયા જ આપી શકે છે. હાલના વર્તમાન યુગમાં ઇન્વેસ્ટીગેશન રીપોટીંગની આવશ્યકતા છે. હાલનું જર્નાલિઝમ(પત્રકારિત્વ) અલગ છે. તેમ તેઓએ જણાવીને  ઉમેર્યુ હતું કે વર્તમાન યુગમાં હવે સોશ્યલ મીડિયા સામે સ્પર્ધા કરવાની  છે. લોકોના પ્રશ્નો, સમસ્યાઓને વાચા આપતા  સમાચારો, આકસ્મિક ઘટનાઓ ‘સાંજ સમાચાર’ કાર્યાલય પર સમયસર મોકલવા તેઓએ જણાવી એમ પણ ઉમેર્યુ હતું કે ‘સાંજ સમાચાર’એ છેલ્લામાં છેલ્લા સમાચાર આવરી લેવામાં હરહંમેશ મોખરે રહ્યું છે.

આ પ્રસંગે ‘સાંજ સમાચાર’ના તંત્રી પ્રદીપભાઇ શાહે ‘સાંજ સમાચાર’ની વર્ષ 2024-25ની ઇનામી યોજના જાહેર કરતા તેને ઉપસ્થિત એજન્ટો અને અખબારી વિતરકોએ તાળીઓ ગડગડાટ સાથે વધાવી લીધી હતી. 

ના મોભી અને સૌરાષ્ટ્રના પત્રકાર જગતમાં સૌથી મોટી ઉંમરના તંત્રી તેમજ પત્રકારત્વનો બહોળો અનુભવ ધરાવતા શ્રી પ્રદીપભાઈ શાહે સાંજ સમાચારના વાર્ષિક લવાજમ ડ્રો કાર્યક્રમમાં એજન્ટ મિત્રો, વિતરક બંધુઓ સહિત સાંજ સમાચાર પરિવારને સંબોધતા જણાવ્યું હતું કે, લવાજમ ડ્રોની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. સાંજ સમાચારે પરંપરા જાળવી રાખી છે. અહીં પધારેલ સર્વેનું હું સ્વાગત કરૂં છું.

આ સાંજ સમાચારનો 38મો લવાજમ ડ્રો છે. પૂજ્ય બાપુજી(બાબુભાઈ શાહ)એ 60 વર્ષ પહેલાં ઈનામી ડ્રો યોજનાની જાહેરાત કરી હતી. તે સમયે લવાજમ યોજના એટલે શું? તે કોઈને પણ ખ્યાલ નહોતો. આ લવાજમ યોજના પાછળનો પૂજ્ય બાપુજીનો એક માત્ર હેતુ વિતરક બંધુ અને એજન્ટ વધુ આવક ઉપાર્જન કરી શકે એ માટેનો હતો. એ સમયમાં વિતરકો, એજન્ટોને દર મહિને બિલ ઉઘરાવવું જવું પડતું. દર મહિને આખું ચકર એ જ રહે. એક જ મહિનામાં છાપાનું વિતરણ કરવું. પછી એના બિલ આપવા, બિલની રકમ ઉઘરાવવી, આ બિલની રકમ પ્રેસ ઓફિસ સુધી પહોંચાડવી.

આ સમગ્ર ચક્ર સમય બગડતો. જે સમય બચે તો વિતરક કે એજન્ટ બીજું કોઈ કામ કરી વધારાની આવક ઉભી કરી શકે. જેથી વર્ષ દરમિયાન દર મહિને ચાલતું આ કામ વર્ષમાં એક જ મહિનામાં પૂર્ણ થઈ જાય તે માટે અને વિતરકો એજન્ટોને બીજો સમય મળે તે ઉદ્દેશથી પૂજ્ય બાપુજીએ આ લવાજમ યોજનાની શરૂઆત કરાવી હતી.

શ્રી પ્રદીપભાઈ શાહએ વધુમાં જણાવ્યું કે, વિતરક બંધુ, એજન્ટ મિત્રો સાથે સાંજ સમાચારે હંમેશા પરિવારીક લાગણી રાખી છે. અહીં વર્ષોથી સાંજ સમાચાર સાથે જોડાયેલા લોકો બેઠા છે. એમને ખ્યાલ છે કે, પૂજ્ય બાપુજી વિતરકો અને એજન્ટોને વધુ આવક થાય તે માટે પ્રયત્નો કરતા. પૂજ્ય બાપુજીએ આવા પારિવારિક સંબંધ રાખ્યા, અને આજે પણ જ્યારે પણ કોઈ વિતરક બંધુ કે એજન્ટ સાંજ સમાચારમાં આવે છે ત્યારે તેમને પારિવારિક ભાવના જ મળે છે. એ મુજબનું જ વર્તન તેમની સાથે કરવામાં આવે છે.

સૌરાષ્ટ્રના અખબારી જગતના પીઢ તંત્રી કહેવાતા શ્રી પ્રદીપભાઈએ ગામડા-ગામમાંથી અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગમાંથી આવતા એજન્ટ મિત્રોને ખૂબ જ સરસ માર્ગદર્શન આપેલ હતું.