શહેરોમાં લોકો હેલ્મેટ પહેરતા નથી, સરકાર શું કરે છે? હાઈકોર્ટ

શહેરોમાં લોકો હેલ્મેટ પહેરતા નથી, સરકાર શું કરે છે? હાઈકોર્ટ
શહેરોમાં લોકો હેલ્મેટ પહેરતા નથી, સરકાર શું કરે છે? હાઈકોર્ટ

ગુજરાતમાં હેલ્મેટના મામલે કડક અમલ કરવામાં આવતો ન હોવાથી રાજ્ય સરકારને હાઈકોર્ટની ફટકાર

હેલ્મેટના કાયદા શહેરોમાં હળવા કરી નાખવામાં આવતા આજે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે અને એવી તીખી ટકોર કરી છે કે, માત્ર રાજકીય લાભ લેવા માટે એક પ્રેસનોટ આપીને શહેરી વિસ્તારોમાં હેલ્મેટનો કાયદો રાજ્ય સરકારે મોકૂફ રાખી દીધો છે. આ અંગે અદાલતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાવવા સરકારને તાકીદ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિ અરવિંદ કુમારના નેતૃત્વ હેઠળની ખંડપીઠે હેલ્મેટના મુદ્દે જાતે સંજ્ઞાન લેવાની ચેતવણી આપી હતી અને સરકારનો ઉધડો લેતા હાઈકોર્ટે ટકોર કરી હતી કે, સરકાર જાહેર હિતની બાબતોમાં બાંધછોડ કરી રહી છે. અમદાવાદ સહિતના શહેરોમાં લોકો હેલ્મેટ પહેરતા દેખાતા નથી. લોકો હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવી રહ્યા છે. તો તેની સામે પણ રાજ્ય સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. હેલ્મેટના નિયમનો રાજ્યમાં ફરજીયાત અમલ કરાવવો જોઈએ. સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે કે, સ્કુટરની પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજીયાત છે.

Read About Weather here

હાઈકોર્ટે ટકોર કરી હતી કે, કેન્દ્રના કાયદામાં કોઈપણ પ્રકારનો સુધારો- વધારો કરવો હોય તો વિધાનસભામાં કાયદો પસાર કરી રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે એ પછી જ જાહેરનામું બહાર પાડી શકાય. પરંતુ રાજ્ય સરકારે આવી કોઈ પ્રક્રિયા કરી નથી અને શહેરોમાં આવી છૂટછાટ કેમ આપવામાં આવી છે. એવો વેધક સવાલ અદાલતે કર્યો છે. ગુજરાતમાં 4 વર્ષના બાળકો અને શિક્ષણ સમુદાયને હેલ્મેટથી મુક્તિ અપાઈ છે. વળી ટુ-વ્હીલર પર પાછળ બેસનાર મહિલા અને 12 વર્ષની નીચેની વયના બાળકોને મુક્તિ અપાઈ છે. જો અન્ય રાજ્યોમાં આવી કોઈ મુક્તિ અપાઈ નથી તો ગુજરાતમાં છૂટછાટ કેમ?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here