વેરાવળ, કોડીનાર, ગીરગઢડા પંથકમાં મંદિરો તોડતી તસ્કર ગેંગ ઝડપાઈ

વેરાવળ, કોડીનાર, ગીરગઢડા પંથકમાં મંદિરો તોડતી તસ્કર ગેંગ ઝડપાઈ
વેરાવળ, કોડીનાર, ગીરગઢડા પંથકમાં મંદિરો તોડતી તસ્કર ગેંગ ઝડપાઈ
ધાર્મિક સ્થળોને નિશાન બનાવી ચોરી કરનાર છ પકડાયા: પાંચ કિલો ચાંદીના ઢાળીયા રોકડ, મોબાઈલ સહિત રૂ. 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત: ગેંગનો એક સાગરીત બે વર્ષથી નાસતો ફરતો હતો: રિમાન્ડની તજવીજ

વેરાવળ,તા.1 ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, કોડીનાર અને ગીરગઢડા પંથકમાં મંદિરોને નિશાન બનાવી ચોરી કરતા છ શખ્સોની ટોળકીને એલસીબીએ ઝડપી પાડી રૂ.2.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આમ, છેલ્લા થોડા સમય દરમ્યાન મંદિરોમાં થયેલ ચોરીના ભેદ ઉકેલાયા છે.આ અંગે માહિતી આપતા ડીવાયએસપી ખેંગારએ જણાવેલ કે, છેલ્લા થોડા સમય દરમ્યાન જીલ્લાના જુદા જુદા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરોમાં ચોરી થયાની બનાવો સામે આવ્યા હતા. જેને લઈ એલસીબીનો સ્ટાફ તપાસ કરી રહેલ હતો. દરમ્યાન સ્ટાફના નરેન્દ્ર કછોટ, લાલજી બાંભણીયા, શૈલેષ ડોડીયા, લલીત ચુડાસમાને મળેલ બાતમીના આધારે અમુક માહિતી મળી હતી. જે અંગે રામદેવસિંહ અને ભુપતસિંહએ કરેલ ટેકનીકલ એનાલીસીસના આધારે તસ્કર ટોળકીની માહિતી મળતા છ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં રાહુલ સોલંકી રીક્ષા ડ્રાઈવર રહે.કોડીનાર, ઘેલા ઉર્ફે રમેશ દીલીપ સોલંકી રહે. સનવાવ ગીરગઢડા, મહેશ ઉર્ફે કાલુ બાલુ બાંભણિયા છકડો રિક્ષા ડ્રાઈવર, રહે.કોડીનાર, તુષાર ઉર્ફે મયુર ભાણા ભાલિયા રહે.કોડીનાર, સાગર મનુ સોલંકી રહે.કોડીનાર, વિજય વલ્લભ પરમાર રહે.માંગરોળ વાળાને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પાંચ કિલો ચાંદીના ઢાળીયા, રૂ.49,800 રોકડા, 6 મોબાઈલ મળી કુલ રૂ.2.72 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ટોળકીએ બકુલા ધણેજ ગામે આવેલ પીઠડ માતાજીના મંદિર, ગીરગઢડામાં ધોકડવા રોડ પર માતાજીના મંદિરમાંથી,કોડીનારના સરદારનગર રોડ ઉપર શિવ મંદિરમાંથી, સુગાળા ગામના ખોડિયાર માતાજી મંદિરમાંથી દાનપેટીની રકમ અને દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવતા તમામ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયેલ છે. આ ટોળકીના પકડાયેલા શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેમ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્લું હતું. એલ.સી.બી બ્રાન્ચનાં હાથમાં ઝડપાયેલા તસ્કર રાહુલ જીજાભાઇ બચુભાઈ સોલંકી,રહે.કોડીનાર, સત્યમ સોસાયટી, વાળો અગાઉ (ઉના પો.સ્ટે.ગુ. કલમ 363,366 મુજબના ગુન્હા માં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય જેને પણ પકડી પાડવામાં આવેલ ઘેલા ઉર્ફે રમેશ દીલીપભાઇ વલ્લભભાઇ સોલંકી, ઉ.વ.30, તા.વિસાવદર, જી.જુનાગઢ, મુળ રહે. સનવાવ, તા.ગીર ગઢડા,મહેશ ઉર્ફે કાળુ બાલુભાઈ સીદીભાઈ બાંભણીયા, રહે કોડીનાર, તુષાર ઉર્ફે મયુર ભાણાભાઈ ભાલીયા, રહે.કોડીનાર સાગર મનુભાઈ અરશીભાઈ સોલંકી, રહે કોડીનાર વિજય વલ્લભભાઈ નાથાભાઈ પરમાર, રહે.માંગરોળ, વાળાને પકડી પાડી પુછપરછ હાથ ધરવામાં આવતાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલાં અલગ અલગ જગ્યાએ ધાર્મિક જગ્યા મંદિરો ને ટાર્ગેટ બનાવી ચોરી કરી હોવાનો પર્દાફાશ કર્યો હતો પોલીસે ઝડપાયેલ તસ્કરોની ટોળકી પાસે થી સોના ચાંદીનાં લંબ ચોરસ ધાતુના સીલ્વર કલરના ઢાળીયા-03 જેનો કુલ વજન 5 કીલો કી.રૂ.2,00,000/- રોકડ રકમ રૂ. 49,800મોબાઇલ ફોન – 06 કી.રૂ. 22,500/-સહિત કુલ બે લાખ કરતાં વધુ રકમ નો મુદ્દામાલ કબજે કરીને અનેક ચોરી નાં ભેદ ઉકેલવા માં આવ્યા છે આ ટોળકી ને પકડી પાડી સફળ કામગીરી એલ.સી.બી. ઈ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો.સબ ઇન્સ. એ.બી.વોરા, એ.એસ.આઈ.પીઠરામભાઈજેઠવા, રામદેવસિંહ જાડેજા, લાલજીભાઈ બાંભણિયા, નરેન્દ્રભાઈ કછોટ, શૈલેષભાઇ ડોડીયા, ગોવિંદભાઇ વંશ, નરવણસિંહ ગોહીલ, અજીતસિંહ પરમાર, પો.હેડ કોન્સ. નટુભા બસીયા, ભુપેન્દ્રસિંહ ચાવડા, દેવીબેન રામ, પો.કોન્સ. પ્રવિણભાઈ બાંભણિયા, મીસીંગ પર્સન સ્કવોડના એ.એસ.આઇ. પ્રતિપાલસિંહ કાગડા, ડ્રા.એ.એસ.આઇ. નારણભાઈ ચાવડા ડ્રા.પો.હેડ સહિતના પોલીસ કર્મી દ્વારા કરવામાં આવી હતી