વિશ્વમાં હીરા ટ્રેડીંગના આઈકોનિક…

વિશ્વમાં હીરા ટ્રેડીંગના આઈકોનિક...
વિશ્વમાં હીરા ટ્રેડીંગના આઈકોનિક...

બેલ્જિયમમાં કાયદાકીય મથામણના કારણે હીરાના વેપારીઓની દુબઈ-ભારત તરફ નજર

બેલ્જીયમ વિશ્વમાં હીરા ટ્રેડિંગનું આઈકોનિક સીટી ગણાય છે પરંતુ હાલમાં બેલ્જીયમ ખાતે ચાલી રહેલી કાયદાકીય મથામણને કારણે અનેક ટ્રેડર્સ બેલ્જીયમ છોડી દુબઈ ખાતે ટ્રેડીંગ ઓફીસ શિફટ કરી રહ્યા છે. ઉપરાંત મેન્યુફેકચરીંગ માટે ઈન્ડિયામાં સુરત અને મુંબઈ ખાતે પ્લાનિંગ કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, બેલ્જીયમ ખાતેના કાયદા અને પોલીસી તેમજ રશિયન ડાયમંડ પર કડકાઈ અને દુબઈ ખાતેની આકર્ષિત પોલીસી જયારે ભારતમાં ડાયમંડ માટે મેન્યુફેકચરીંગ માટે સસ્તા લેબરને લઈને વેપારીઓ શિફટ થઈ રહ્યા છે અને કેટલાક શિફટ કરવાનું વિચારી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બાબતે સતાવાર કોઈ બોલવા તૈયાર નથી પણ આવું થઈ રહ્યું છે. બેલ્જીયમ ખાતેથી અનેક ડાયમંડ કંપનીએ પોતાની ટ્રેડિંગ ઓફિસ દુબઈ ખાતે શિફટ કરી છે.

જયારે મેન્યુફેકચરીંગ માટે સુરત અથવા મુંબઈને પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને સુરતમાં ડાયમંડ મેન્યુફેકચરીંગ માટે લેબર સસ્તી અને સારી રીતે મળી શકે તેમ હોઈ આગામી સમયમાં આવી મોટી કંપની સુરતમાં આવશે તો સુરતને પણ ફાયદો થશે એમ સૂત્રોએ ઉમેર્યું હતું.