વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર બર્થ ડે પાર્ટી-આતિશબાજી કરનારા ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર બર્થ ડે પાર્ટી-આતિશબાજી કરનારા ચાર શખ્સો સામે ગુનો નોંધાયો
વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર બર્થ ડે પાર્ટી-આતિશબાજી કરનારા ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર વાંકાનેરના ચંદ્રપુર પાસે બર્થ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ નેશનલ હાઇવે ઉપર આતિશબાજી કરવામાં આવી હતી જેનો વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ચાર શખ્સોની સામે ગુનો નોંધાયેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં નેશનલ હાઇવે રોડ ઉપર ર્થ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને હાઇવે ઉપર આતિશબાજી કરવામાં આવી હતી જે વિડીયો વાંકાનેર પોલીસના ધ્યાને આવતા વાંકાનેરમાં આવેલ મીસરી હોટલની સામેથી વાંકાનેરથી મોરબી તરફ જતા નેશનલ હાઇવે જાહેર રોડ ઉપર રાત્રીના સમયે ચારેક શખ્સો પુંઠાના બોક્સમા એક સાથે ફટાકડાનો જથ્થો રાખી ફટકાડતા ફોડતા તેમજ ફોચ્ર્યુનર કાર નં. જીજે 3 એમએચ 5300 ના બોનેટ ઉપર બર્થડે કેક રાખી રોડ ઉપર તેમજ હાથમા ફટાકડાના બોક્સ રાખી ફટાકડા ફોડતા હતા અને બર્થડે કેક કાપી રહ્યા હતા ત્યારે વાહન ચાલકો તથા રાહદારીઓને અડચણ તથા ભયનુ વાતાવરણ ઉભુ કરી બર્થડે સેલીબ્રેશન કરતા હોવાનું સામે આવ્યું હતું. 

ફોર્ચ્યુનર કાર બાબતે તપાસ કરતાં તે કાર બુરહાનભાઈ તૈયબભાઇ મલકાની રહે. વોરાવાડ શેરી નં.4 વાંકાનેર વાળાની હોવાનું સામે આવ્યું હતું અને તેના મિત્ર હુશેન સબીરભાઈ હાથી રહે. વોરાવાડ શેરી નં.4 વાંકાનેર વાળાનો તા.27/3 ના રોજ જન્મ દિવસ હતો જેથી આ બન્ને તેમજ તેની સાથે અમીર મુસ્તાકભાઇ તાજાણી અને અજીજભાઇ મુસ્તુભાઇ સરાવાલા રહે, બન્ને વોરાવાડ શેરી નં. 4 વાંકાનેર વાળા વાંકાનેરમાં આવેલ મીસરી હોટલની સામે વાંકોનરથી મોરબી તરફ જતા નેશનલ હાઇવે જાહેર રોડ ઉપર કારના બોનેટ ઉપર બર્થ ડે કેક રાખી કેક કાપી હતી અને ફટાકડા ફોડયા હતા. 

આ ચારેય શખ્સોની સામે આઈપીસી કલમ 283, 286, 114 તેમજ એમવી એકટ કલમ-122 મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ છે અને ચારેય આરોપીઓને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને લઈ આવીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.