વાંકાનેર તાલુકામાં દિકરીની નિર્મમ હત્યાના ગુનામાં પકડાયેલ માતા, પિતા અને બહેન જેલહવાલે

વાંકાનેર તાલુકામાં દિકરીની નિર્મમ હત્યાના ગુનામાં પકડાયેલ માતા, પિતા અને બહેન જેલહવાલે
વાંકાનેર તાલુકામાં દિકરીની નિર્મમ હત્યાના ગુનામાં પકડાયેલ માતા, પિતા અને બહેન જેલહવાલે

ક્રુર બનાવમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા: જેલમાં ધકેલી દેવાયા

વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતી સગીરા પ્રેમી સાથે મોબાઈલ ફોન દીકરી વાત કરી રહી હતી ત્યારે પરિવાર દ્વારા જ સગીરાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે સગીરાના માતા, પિતા અને બહેનની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણેયને જેલ હવાલે કરેલ છે.
દિઘલીયા ગામે રહેતા દિનેશભાઈ ગૌરીદાસ ગોંડલીયા બાવાજી (44)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ રવિરામ ગોંડલીયા, સુરેખા મહેશભાઈ ગોંડલીયા અને હિરલ મહેશભાઈ ગોંડલીયા રહે. બધા દિઘલીયા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી આરોપી મહેશ ગોંડલીયાની દીકરી રીંકલ મહેશભાઈ ગોંડલીયા (16) ની હત્યા તેની માતા, પિતા અને બહેને કરેલ છે જે ગુનામાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે. 

આ બનાવ ઉપર નજર કરીએ તો આરોપી બહેન હિરલ મહેશ ગોંડલીયાના નણદોય રાહુલ કાપડીયા સાથે મૃતક સગીરા રીંકલ મહેશભાઈ ગોંડલીયાને પ્રેમ સંબંધ હતો અને તે તેની સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરતી હતી જે વાત કરવાની તેની માતા સુરેખાએ ના પડી હતી તો પણ રીંકલ તેના પ્રેમી સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરતી હતી અને જો રીંકલ કોઈ પગલું ભારે તો તેની મોટી બહેનનું ઘર પણ તૂટશે તેવી ચિંતામાં સુરેખાબેને રીંકલના મોઢા ઉપર ઓશિકાથી મૂંગો દઈ દીધો હતો અને દુપટ્ટા વડે ગળા ટૂંપો આપીને રીંકલની હત્યા કરી નાખી હતી ત્યારે તેની બહેને તેના હાથ પકડ્યા હતા અને પિતાએ પગ પકડી રાખ્યા હતા. 

હાલમાં આ ગુનામાં પકડેલા ત્રણેય આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.