વધુ બે અમેરિકી યુધ્ધ જહાજ પર હુતિના ડ્રોન હુમલા

વધુ બે અમેરિકી યુધ્ધ જહાજ પર હુતિના ડ્રોન હુમલા
વધુ બે અમેરિકી યુધ્ધ જહાજ પર હુતિના ડ્રોન હુમલા


ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં હુતી વિદ્રોહીઓએ જે રીતે અમેરિકી નૌસેનાના યુધ્ધ જહાજોને પણ નિશાન બનાવવાનું શરુ કર્યું છે. તેમાં ગઇકાલે રેડ-સી પાસે તૈનાત બે અમેરિકી યુધ્ધ જહાજોને નિશાન બનાવતા બે ઝોનને તોડી પાડવામાં આવ્યા હતાં.

છેલ્લા બે દિવસમાં આ પ્રકારે અમેરિકી યુધ્ધ જહાજોના હુમલા વધી રહ્યા છે.  હુતીવિદ્રોહીઓએ અગાઉ ઇઝરાયેલ તરફ જતાં તમામ માલ વાહક જહાજોને નિશાન બનાવવાનું શરુ કર્યું હતું. જેની સુરક્ષા માટે અમેરિકાએ વધુ યુધ્ધજહાજ તૈનાત કર્યા છે. તેના મારફત દરિયાઇ સુરક્ષા વધારવાની તૈયારી કરી છે.