વડાપ્રધાનને આવકારવા જનમેદની માટે શહેરનાં જુદા જુદા સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા

વડાપ્રધાનને આવકારવા જનમેદની માટે શહેરનાં જુદા જુદા સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા
વડાપ્રધાનને આવકારવા જનમેદની માટે શહેરનાં જુદા જુદા સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા
વડાપ્રધાનને આવકારવા પધારનાર જનમેદની માટે શહેરનાં જુદા જુદા સ્થળોએ વાહનો મુજબ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુજબ કાર્યક્રમમાં પધારનારા જુદા જુદા વી.વી.આઈ.પી. માટે 810 જેટલી કારની કેપેસિટી સાથે જુદી જુદી સાત જગ્યાએ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, બહુમાળી ભવન પાર્કિંગ, રેસકોર્ષ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પાર્કિંગ, ફનવર્લ્ડ સામે સર ગોરલીયા માર્ગવાળી શેરી, રૂરલ એસ.પી. ના બંગલાવાળી શેરી, બાલભવન અંદર જોકરવાળું ગ્રાઉન્ડ, એસ.બી.આઈ. ગ્રાઉન્ડ સર્કિટ હાઉસ સામે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે વી.આઈ.પી. પાર્કિંગ માટે રિલાયન્સ ગ્રાઉન્ડ આયકર વાટિકા, એરપોર્ટ પાસેનું રેલ્વે ફાટક નજીક ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકનું ગ્રાઉન્ડ, કલેકટર ઓફિસનું સામેનું ગ્રાઉન્ડ, રાજકુમાર કોલેજ કેમ્પસ એમ કુલ 4 જગ્યાએ 680 જેટલી કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં બસ માટે જુદી જુદી આઠ જગ્યાએ 1585 જેટલી બસની પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડ, ડી.એચ. કોલેજ ગ્રાઉન્ડ, ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ, હોમ ફોર બોયઝ, શાસ્ત્રી મેદાન, મહિલા કોલેજ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, એરપોર્ટ મેઈન રોડ પાસે આવેલું તાત્યા ટોપે પબ્લિક ગાર્ડનની બાજુનાં ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે.

Read About Weather here

જ્યારે પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે પાર્કિંગ વ્યવસ્થા એરપોર્ટ અંદર ફાયર સ્ટેશન પાસે ગ્રાઉન્ડ, હોમ ગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે, પોલીસ હેડકવાટર મસ્જિદની બાજુમાં તેમ કુલ ત્રણ જુદી – જુદી જગ્યાઓ પર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.2260 જનરલ પાર્કિંગની વ્યવસ્થા જોઈએ તો આરાધના સોસાયટીથી ગીત ગુર્જરી સોસાયટીના બગીચા સુધી એક સાઈડમાં ટુ વ્હીલર માટે, ગીત ગુર્જરી સોસાયટીના બગીચા સામે પ્રાઈવેટ પ્લોટ ટુ વ્હીલર માટે , એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ટુ વ્હીલર અને ફોર વ્હીલ માટે, કિશાનપરા ચોક કેપીટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ ટુ વ્હીલર અને ફોર વ્હીલ માટે, કિશાનપરા ચોક પાસેનુ કેન્સર હોસ્પિટલનું ગ્રાઉન્ડ ટુ વ્હીલર અને ફોર વ્હીલ માટે, કિશાનપરા ચોક સાયકલ શેરીંગવાળી જગ્યા ટુ વ્હીલર માટે, બાલભવન મેઈન ગેઈટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર ટુ વ્હીલર અને ફોર વ્હીલ માટે, એસ.બી.આઈ બેંક સામે શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ ટુ વ્હીલર માટે, ચાણકય બિલ્ડીંગ ચોક પાસે નગર રચના અધિકારીશ્રી કચેરીનુ ગ્રાઉન્ડ ટુ વ્હીલર માટે, શ્રેયસ સોસાયટી પાસેનું ઈંકમટેક્ષ પાછળ યુસુફભાઈનું ગ્રાઉન્ડ ફોર વ્હીલ માટે, દશાશ્રી માળી વણીક વિદ્યાર્થી ભવન માલવીયા ચોક પાસે ટુ વ્હીલર માટે, યુરોપીયન જીમખાના ગ્રાઉન્ડ ફોર વ્હીલ માટે રહેશે.આમ, વડાપ્રધાનના રાજકોટ પ્રવાસ કાર્યક્રમ અન્વયે જુદા જુદા સ્થળોએ 680 કાર, 1585 બસો, 2260 જનરલ વાહનો સહિત જુદા જુદા 4525 જેટલા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here