લેખક-પત્રકાર નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં વરિષ્ઠ પત્રકાર રોનક પટેલને નચિકેત એવોર્ડ મોરારીબાપુના હસ્તે અર્પણ થશે

જાણીતા લેખક, પત્રકાર અને વક્તા નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં દર વર્ષે પત્રકારોને એમના પ્રદાન બદલ નચિકેત એવોર્ડ અર્પણ થાય છે. આ વર્ષે એબીપી અસ્મિતાનાં એક્ઝિક્યુટિવ એડિટર રોનક પટેલની પસંદગી થઈ છે. તા. 31 માર્ચ, 2024નાં રાજકોટમાં સાંજે સાડા પાંચ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયારોડ ખાતે શ્રી મોરારીબાપુનાં હસ્તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે

‘ગુજરાતમિત્ર’નાં મેગેઝીન એડિટર બકુલ ટેલર નગીનદાસ સંઘવીનાં સર્જન વિષે વાત કરશે. 

વરિષ્ઠ પત્રકાર ભરત ઘેલાણી અને અન્યો ઉપસ્થિત રહેશે. નચિકેત એવોર્ડ દર વર્ષે અપાય છે અને એમાં રૂ. સવા લાખની રાશી અને ટ્રોફી અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે એબીપી અસ્મિતાના એક્ઝિક્યુટિવ એડિટર રોનક પટેલની પસંદગી થઇ છે. રોનક પટેલ વિવિધ ગુજરાતી ચેનલો સાથે જોડાયેલા રહ્યા છે. અને લડાયક પત્રકારત્વ માટે જાણીતા છે. મૂળે મહેસાણાના અને શિક્ષક માતા પિતાના સંતાન 2000થી ત્રણ વર્ષ સુધી ‘ઝી આલ્ફા, ગુજરાતી’ સાથે જોડાયેલા રહ્યા. સુરત અને આસપાસના વિસ્તારોમાં એમણે પત્રકારત્વની કારકિર્દીની શરૂઆત કરી. 2003થી તેઓ દક્ષીણ ગુજરાતનાં રિપોર્ટર તરીકે ‘સ્ટાર ન્યુઝ’માં જોડાયા. બાદમાં ‘એબીપી અસ્મિતા’માં દક્ષીણ ગુજરાતના પ્રતિનિધિ અને બ્યુરો ચીફ તરીકેની જવાબદારી નિભાવી.