ગુજરાત શિક્ષણ બોર્ડે નવી 68 માધ્યમિક સ્કૂલોને મંજૂરી આપી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ ચાલુ વર્ષે નવી સ્કૂલો શરૂ કરવા માટે 234 અરજી આવી હોવાનું જાણવા મળે છે. જે પૈકી માત્ર 68 જેટલી સ્કૂલોને જ નવી સ્કૂલો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. મંજૂર થયેલી સ્કૂલોમાંથી મોટાભાગની અંગ્રેજી માધ્યમની સ્કૂલો છે.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાતમાં નવી ખાનગી માધ્યમિક સ્કૂલોને મંજૂરી માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 68 નવી ખાનગી સ્કૂલોને વિવિધ માપદંડોના આધારે બોર્ડ દ્વારા મંજૂરી અપાઇ છે. આ વર્ષે રાજ્યભરમાંથી 234 જેટલી નવી ખાનગી માધ્યમિક સ્કૂલો માટેની અરજી વિવિધ ટ્રસ્ટો દ્વારા કરાઈ હતી. જેમાંથી 68 અરજીઓ મંજૂર કરાઈ છે, જ્યારે 166 અરજીઓને ફગાવી દેવામાં આવી છે. દર વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા નવી સ્કૂલો શરૂ કરવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવામાં આવે છે અને વિવિધ દસ્તાવેજો અને માપદંડોને આધારે સ્કૂલને મંજૂરી આપવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here