રાજ્યમાં ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી

રાજકોટ સિઝનનું સૌથી નીચું 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજકોટ સિઝનનું સૌથી નીચું 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડા પવનો શરૂ થયા છે, જેની અસરોથી અમદાવાદ સહિત તમામ શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદનું મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે.રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 13 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન ચાલુ રહેલા ઠંડા પવનથી ઠંડીમાં વધારો થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આગામી 3થી 5 દિવસો દરમિયાન ઠંડા પવનોનું જોર યથાવત રહેતાં અમદાવાદમાં ઠંડીનો પારો હજુ 2થી 3 ડિગ્રી ગગડવાની શક્યતા છે.ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન ગગડીને 6થી 15.0 ડિગ્રી વચ્ચે અને મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી ગગડીને 24થી 29 ડિગ્રી વચ્ચે નોંધાયુ હતુ. જેને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં 6.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ અને 29.5 ડિગ્રી સાથે વલસાડ સૌથી ગરમ શહેર બન્યું હતું. નલિયા બાદ ડીસા, ગાંધીનગર, કંડલા એરપોર્ટ અને અમરેલીમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં ક્રમશ ઠંડીનું પ્રમાણ વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here