રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા છે. જેની સામે 48 દર્દીઓ સાજા થયા છે અને હાલ પાંચ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. રાજ્યમાં કુલ 810 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 805 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,977 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
અમદાવાદમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજકોટમાં નવા 15 કેસ સામે આવ્યા છે. સુરતમાં પણ નવા 12 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં નવા 12 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં નવા 5 કેસ નોંધાયા છે. મહેસાણામાં 3 કેસ નોંધાયા છે. આણંદમાં નવા 2 કેસ નોંધાયા છે. ભાવનગરમાં પણ 3 કેસ સામે આવ્યા છે. ત્યારે મહીસાગર અને નવસારીમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમરેલી, અરવલ્લી, ભરૂચ, કચ્છ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here