રાજયભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક અને ડિજીટલ બનાવાશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી
કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી

ગાંધીનગર ખાતે નોંધણી સર નિરીક્ષક કચેરી અંતર્ગત વિવિધ ચાર પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

વિવિધ દસ્તાવેજોની નોંધણી કરાવવા આવતા રાજ્યના લાખો નાગરિકોને વધુ ઝડપી-પારદર્શક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક અને ડિજીટલ બનાવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ડિજિટલ ભારત અભિયાન થકી આજે ભારતમાં 40% થી વધુ વ્યવહાર ડિજિટલના માધ્યમથી થઈ રહૃાા છે જે ડિજીટલ ઇન્ડિયાની સફળતા દૃર્શાવે છે. અમેરિકામાં નોકરીઓ જઈ રહી છે જ્યારે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના નેતૃત્વમાં યુવાનોને નોકરીઓ મળી રહે છે આ બદલાવ યોગ્ય અને સક્ષમ નેતૃત્વના પરિણામે આપણે અનુભવી રહૃાા છીએ તેમ મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અંતર્ગત સ્ટેમ્પ અને નોંધણી કચેરીનો લોગો, ન્યુ પેમેન્ટ ગેટ વે- gARVI 2.0™wt ICICI bank પેમેન્ટ ગેટ વે સાથે ઇન્ટીગ્રેશન, પેપરલેસ કચેરી તરફનું પગલું- દૃસ્તાવેજોનું ડિજિટલ સ્વરૂપે સંગ્રહ અને બેકઅપ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાંથી આવેલા કર્મીઓ સાથે સંવાદૃ કરતા કહૃાું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કામગીરી અને તેમના કર્મીઓ સાથે રૂબરૂ મળવાના હેતુથી આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે જેના થકી સરકારની કામગીરી વધુ સરળ રીતે લોકો સુધી પહોંચાડી શકાશે. ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આપણા સૌની કામ કરવાની ક્ષમતામાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે અને નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે.

-:વિવિધ નવીન પ્રકલ્પો:-
(1). સ્ટેમ્પ અને નોંધણી કચેરીનો લોગો
(2). ન્યુ પેમેન્ટ ગેટ વે- gARVI 2.0™wt ICICI bank પેમેન્ટ ગેટ વે સાથે ઇન્ટીગ્રેશન
(3). પેપરલેસ કચેરી તરફનું પગલું- દૃસ્તાવેજોનું ડિજિટલ સ્વરૂપે સંગ્રહ
(4). બેકઅપ ઇન્ટરનેટ કનેક્ટિવિટી

આ ચાર નવીન પ્રકલ્પોના લોકાર્પણથી રાજ્યભરની રજિસ્ટ્રાર-સ્ટેમ્પ કચેરીઓમાં દૃસ્તાવેજ નોંધણીમાં વધુ ઝડપ- સરળતા, અવિરત ઇન્ટરનેટની સુવિધા, પારદૃર્શકતા તેમજ પેમેન્ટ રિફંડ કરવામાં પણ વધુ ઝડપ આવશે. આ સંદૃર્ભે વધુને વધુ પરિણામલક્ષી કામ થાય તે માટે આપણે સૌએ વધુ હકારાત્મક અભિગમ રાખીને લોકોની સેવા કરવી પડશે તેમ જણાવી મુખ્યમંત્રીએ આ નવીન સેવાઓ શરૂ કરવા બદૃલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે નોંધણી વિભાગની કામગીરી તેમજ લક્ષ્યાંક રજૂ કરતું ડિજીટલ ગુજરાત પુસ્તકનું વિમોચન તેમજ gARVI 2.0 અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દૃયાનીએ કહૃાું હતું કે રાજ્ય સરકારના ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ના અભિગમ સાથે આ નવીન પ્રકલ્પોના અમલથી રાજ્યભરની 287 સબ રજિસ્ટ્રાર કચેરીઓ અને 31 સ્ટેમ્પ કચેરીઓમાં અનેકવિધ નવી સુવિધા ઉપલબ્ધ થશે. જેના પરિણામે કામ કરવામાં ખૂબ મોટો બદૃલાવ આવશે અને નાગરિકોને વધુ ઝડપી અને પારદૃર્શક સુવિધાઓ આપી શકાશે. આ પ્રકલ્પોના અમલથી કર્મયોગીઓ લેટેસ્ટ પરિપત્રો, નવા નિયમો, તાલીમ અને ટેકનોલોજીથી અવગત પણ થશે.

Read About Weather here

આ નવીન પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, NICના અધિકારીઓ, ICICI બેંકના તેમજ રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરી અને સ્ટેમ્પ કચેરીના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here