રાજકોટ-અમદાવાદ હાઇવે પર આરોપીને લઈને જતી પોલીસ વાન સળગી

રાજકોટ-અમદાવાદ હાઇવે પર આરોપીને લઈને જતી પોલીસ વાન સળગી
રાજકોટ-અમદાવાદ હાઇવે પર આરોપીને લઈને જતી પોલીસ વાન સળગી

RAJKOT

રાજકોટ-અમદાવાદ હાઈવે પર જોલી એન્જોય રિસોર્ટ પાસે પોલીસ વાનમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. વાનના વાયરિંગમાં થયેલા ફોલ્ટના કારણે ગાડીમાં અચાનક ભડકો થયો હતો અને જોતજોતામાં પોલીસ વાન બળીને ખાખ થઈ ગઈ હતી.

જો સદનસીબે પોલીસ વાનમાં સવાર ત્રણ પોલીસકર્મી અને એક આરોપીનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસની ટીમ વડોદરાથી રાજકોટ પરત ફરતી હતી તે સમયે ગાડીમાં આગનો બનાવ બન્યો હતો. આગની ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.