રાજકોટના પટેલ આધેડે ઝેરી દવા પી ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું

રાજકોટના પટેલ આધેડે ઝેરી દવા પી ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું
રાજકોટના પટેલ આધેડે ઝેરી દવા પી ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું

રાજકોટની ગ્રીનલેન્ડચોકડી પાસે આવેલ તીરૂપતી પાર્કમાં રહેતા આધેડને મોઢામાં પડેલા ચાંદા મટતા ન હોવાથી બીમારીથી કંટાળી રાજકોટથી વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે આવેલ પોતાની વાડીએ ઝેરી દવા પીધા બાદ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ તીરૂપ્તી પાર્ક શેરી નં-2 માં રહેતા સુરેશભાઈ મોહનભાઈ લીંબાસીયા પટેલ (53) નામના આધેડે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં તેની પોતાની વાડીએ ઝેરી દવા પી લીધા બાદ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના દીકરા રવિભાઈ લીંબાસીયાએ  વાંકાનેર તાલુકા પોલીસને આ બનાવની જાણ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક આધેડને મોઢામાં પડેલા ચાંદા મટતા ન હતા અને તે પોતાની બીમારીથી કંટાળી ગયા હોય તેઓ રાજકોટથી તેઓની વાડી કોટડા નાયાણી ગામે આવ્યા હતા ત્યાં તેણે આપઘાત કરી લીધેલ છે આ બનાવ અંગેની હાલમાં પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કે.બી. જાડેજા ચલાવી રહ્યા છે.