રક્ષાબંધનમાં પણ કોરોનાનું ગ્રહણ…?

રક્ષાબંધનમાં પણ કોરોનાનું ગ્રહણ...?
રક્ષાબંધનમાં પણ કોરોનાનું ગ્રહણ...?

ભરૂચમાં રાખડી બજારોમાં મંદીનો માહોલ: વેપારીઓ મુંઝવણમાં

આગામી રવિવારના રોજ સમગ્ર ભારતમાં રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર તહેવાર મનાવવામાં આવશે. ત્યારે ભરુચ પંથકમાં પણ રાખડીના વેચાણમાં મંદીનો માહોલ હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે. એક દિવસમાં જેટલું વેચાણ થવું જોઈએ એનું ત્રણ દિવસમાં પણ વેચાણ થઈ રહ્યું નથી. રાખડીઓની વેરાયટીની વાત કરીયે તો પંથકમાં મેડીઇન ચાઇનાની રાખડીઓ આવતી હતી. જે ભારતમાં પ્રતિબંધ બાદ તેના સ્ટોક પણ બંધ થઈ ગયા છે, જેને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. બજારમાં રાખડીના ભાવોમાં ૨૫ થી ૩૦ ટકાનો ભાવ વધારો થયો છે. જેથી લોકો હવે ઓનલાઈન રાખડીઓ ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે .

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

જોકે હજુ પણ રાખડી બજારમાં વેપારીઓ રક્ષાબંધન સુધીમાં બજારમાં ઘરાકી નીકળશે તેવી આશાઓ બાંધી બેઠા છે.