મોરબી નજીકના ગાળા ગામના પાટિયા નજીક સિમેન્ટ ભરેલ ટ્રક પલટી જતાં અકસ્માત

મોરબી નજીકના ગાળા ગામના પાટિયા નજીક સિમેન્ટ ભરેલ ટ્રક પલટી જતાં અકસ્માત
મોરબી નજીકના ગાળા ગામના પાટિયા નજીક સિમેન્ટ ભરેલ ટ્રક પલટી જતાં અકસ્માત

મોરબી તાલુકાનાં ગાળા ગામના પાટિયા પાસેથી માળીયા હાઈવે રોડ ઉપર સિમેન્ટ ભરેલ ટ્રક પલટી જતાં સિમેન્ટની થેલીઓ રસ્તા ઉપર ઢોળાઈ ગઈ હતી અને મોરબીથી માળિયા તરફ જવાનો એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો હતો.

જેની જાણ કરતાં પોલીસ, ટ્રાફિક પોલીસ અને હાઇવે ઓથોરીટીનો સ્ટાફ પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને અકસ્માત થયેલ ટ્રકને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી ગાળા ગામના પાટીયા પાસે બીજા વાહનનો ઓવરટેક કરવા જતાં આ ટ્રક પલટી ગયો હતો. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)