આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણી અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે 74માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઊજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્-હસ્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીનું સન્માન કરાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાત સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં વિવિધ પ્રેરક આયોજનો બદલ પિનાકી મેઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હ્રદયથી આભાર માન્યો હતો.પિનાકી મેઘાણીના સ્નેહીજનો : અમેરિકા સ્થિત ઝવેરચંદ મેઘાણીના પૌત્રી ડો. શેણી નાનકભાઈ મેઘાણી અને એમના પતિ કેઈન ડેવિસ, લોકસેવક, સ્વાતંત્ર્ય-સેનાની સ્વ. વજુભાઈ શાહ, પૂર્વ-સાંસદ સ્વ. જ્યાબેન શાહના પુત્ર અને અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક ડો. અક્ષય શાહ, સ્વાતંત્ર્ય-સેનાની સ્વ.મણિલાલ કોઠારીના દોહિત્રી અનાર અક્ષય શાહ, છેલ્લા પાંચ દાયકાઓથી વિશ્ર્વભરમાં વસતાં ગુજરાતીઓનાં હૈયે મેઘાણી-ગીતોને અસલ સ્વરૂપે જીવંત રાખનાર ખ્યાતનામ લોકગાયક, સાહિત્ય-લોકસાહિત્ય-અભ્યાસુ, બોટાદ જિલ્લાના સરવા ગામના મૂળ વતની અને આ અવસરે સન્માનિત અભેસિંહ રાઠોડ, છેલ્લા 40 વર્ષથી ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રે કાર્યરત ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, જૈન અગ્રણી જતીન ઘીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here