કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી મળતા ફંડની આખી પધ્ધતિ ધીમે- ધીમે નાબુદ થતી જશે એટલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ વિકાસ કાર્યો માટે જાતે નાણાં ઉભા કરવાનો સમય આવી રહ્યો છે: સિસ્ટમમાં આવી રહેલા બદલાવનો સંકેત આપતા મુખ્યમંત્રી
મહાનગરપાલિકા અને નગરપાલિકાના તંત્રવાહકોને વિકાસના કામો માટે જાતે નાણાં ઉભા કરવાના ઉપાય વિચારવાનું શરૂ કરી દેવા સલાહ આપતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એવો સૂચક સંકેત આપ્યો હતો કે, ફંડ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારો પર અવલંબનની સમગ્ર પધ્ધતિ તબક્કાવાર નાબુદ થઇ જશે. આવી પધ્ધતિ પર કાયમ અવલંબન રાખવાનું પરવડી ન શકે.
Visit Saurashtra Kranti Homepage here
તાજેતરમાં તમામ મનપા અને નપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને ખાસ બેઠક મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે યોજી હતી. જેમાં ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારો પાસેથી પ્રાપ્ત થતી ગ્રાન્ટની પ્રથા તબક્કાવાર રીતે નાબુદ થઇ જશે. એટલે શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ જાતે એમની આવક વધારવા માટે પગભર થવું પડશે. તેમણે સૂચન કર્યું હતું કે, વેરા વધારો, વેરાની વધુ કાર્યક્ષમ અને સારી વસુલાત તેમજ આવકના અન્ય સ્ત્રોત ઉભા કરીને મનપા અને ન.પા. એ એમના વિકાસ માટેના નાણા જાતે ઉભા કરવાના રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
મુખ્યમંત્રીએ મહાનગરપાલિકા અને નગરપાલિકાના વહીવટી તંત્રને વધુ અસરકારક બનાવવાનું પણ સૂચન કર્યું હતું. સારો વહીવટ ન હોવાથી સરકારની પરફોર્મન્સ ગ્રાન્ટ મેળવી શકતી નથી. આ તકે મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, સ્થાનિક પ્રશાસનના એટલે કે, મનપા- ન.પા.ના પદાધિકારીઓએ સરકારી ગ્રાન્ટ પર આધારિત રહેવાનું ઘટાડવું પડશે. કેમકે ધીમે- ધીમે ગ્રાન્ટની પધ્ધતિ સમૃધ્ધિ નાબુદ થઇ જવાની છે. તે માટે હજુ કોઈ સમયમર્યાદા નક્કી થઇ નથી પણ ગ્રાન્ટની આ સમગ્ર પધ્ધતિ ટકાઉ નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here