મધ્ય ગુજરાત,વડોદરા-છોટાઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદ

મધ્ય ગુજરાત,વડોદરા-છોટાઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદ
મધ્ય ગુજરાત,વડોદરા-છોટાઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદ

રાજ્યમાં વરસાદનો ફરી એક રાઉન્ડ શરૂ થયો છે. જેની સાથે જ ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી નદીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા અને દાહોદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ પડી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

વડોદરાના ડભોઇ પંથકમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે. વહેલી સવારથી ધીમીધારે પંથકમાં વરસાદ છે. સવારે 6 વાગ્યા થી 11.30 સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. મહુડી ભાગોળ, લાલબજાર, વકીલ બંગલા વિસ્તારમાં વરસાદ છે. આ સિવાય ચણવાડા, સીતપુર,ચાંદોદ, કરનાળી, સહિતના ગામોમાં પણ વહેલી સવારથી વરસાદ છે

દાહોદના તમામ તાલુકામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં લિમડીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસી રહેલા વરસાદના કારણે ઠંડક પ્રસરી છે. જ્યારે લાંબા સમય બાદ દાહોદમાં સારો વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. તેમજ સંજેલી, ગરબાડા, લીમખેડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તેમજ દાહોદના સ્ટેશન રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here