ભાવનગરમાં 101 વર્ષ પૌરાણિક સત્યનારાયણ મંદિરના 102માં પ્રતિષ્ઠા દિવસની ઉજવણી થશે

ભાવનગરમાં 101 વર્ષ પૌરાણિક સત્યનારાયણ મંદિરના 102માં પ્રતિષ્ઠા દિવસની ઉજવણી થશે
ભાવનગરમાં 101 વર્ષ પૌરાણિક સત્યનારાયણ મંદિરના 102માં પ્રતિષ્ઠા દિવસની ઉજવણી થશે

 (વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.30 સૌરાષ્ટ્ર/ગુજરાતમાં એક માત્ર ભાવનગરમાં શ્રી સત્યનારાયણ ભગવાનનું ભવ્ય મંદિર આવેલું છે. ફાગણ વદ બારસને તા. 6-4-2024 ને શનિવારના દિવસે વિઠ્ઠલદાસ છગનલાલ લોઢાવાળા ટ્રસ્ટ (વી. સી. લોઢાવાળા હોસ્પિટલ ટ્રસ્ટ) દ્વારા આ આ ચત્રભુજ વિષ્ણુસ્વરૂપ સત્યનારાયણ ભગવાનનાં મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે.

આગામી તા. 6-04-2024 શનિવારને ફાગણ વદ બારસના દિવસે આ મંદિરને 101 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે પરીમલથી કાળુભા રોડના ખૂણે સત્યાનારાયણ રોડ પર આવેલા આ પૌરાણિક મંદિરના હાલનાં ટ્રસ્ટીગણ જનકભાઈ રમણીકલાલ શાહ અને તેમના ધર્મપત્ની દક્ષાબેન જનકભાઈ શાહ દ્વારા નિયત કરવામાં આવેલ અનેક ધાર્મીકોત્સવો સાથે આ મંદિરનો જાહેર પાટોત્સવ ઉજવવામાં આવનાર છે. જેમાં સત્યનારાયણ ભગવાનની 101 કથા જે આ મંદિરમાં આવતા નિયમિત સત્સંગીઓ દ્વારા જ અગાઉથી નોંધાવાઈ ગયેલ છે. જવાહર મેદાન ખાતે યોજાનાર આ 101 સત્યનારાયણ કથાના 101 પાટલા, સ્થાપન, પૂજાપો, પ્રસાદી, ધૂપ, દીપ, આસનો, માંડવી વગેરે 41 પ્રકારની સામગ્રી ટ્રસ્ટીઓ તરફથી પુરા પાડવામાં આવનાર છે. એક સ્થાપને કુટુંબની બે વ્યક્તિ પૂજામાં બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. કથા પૂજનમાં બેસનારને ફરાળની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલ છે. સમગ્ર 101 કથા વાંચન વિજ્ઞાન ભૂદેવ રાજુદાદા ગોર કરનાર છે. તેની સાથે અન્ય 20 ભૂદેવો સામુહિક શ્લોક ઉચ્ચારણ સાથે જપમાળા કરશે. શહેરના જવાહર મેદાન ખાતે બાંધેલ વિશાળ સામિયાણા મંડપમાં સવારે 8:00 વાગ્યા થી 12:00 વાગ્યા સુધી કથા વાંચન કાર્ય ચાલશે. સાંજે કથા પૂર્ણ થયેથી સત્યનારાયણ ભગવાનના પ્રસાદની વહેચણી ઉપસ્થિત શ્રોતા સમુદાયમાં કરવામાં આવશે. રાત્રીના નવ વાગે આજ મંડપ સમિયાણામાં પદ્મ વિભૂષિત ખ્યાતનામ લોક કલાકાર માયાભાઈ આહીર અને દીપક બાપુ હરિયાણીનાં ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.