ભાજપ કાર્યકરો અત્યાર સુધી કોરોનાનો બોમ્બ બની ફર્યા અને હવે રસીકરણમાં મદદ કરશે

ભાજપ
ભાજપ

ભાજપ દ્વારા ૪૫૦૦ જેટલા સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે

Subscribe Saurashtra Kranti here

ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ કોરોના વેક્સીન અભિયાન અંતર્ગત ગુજરાત ભાજપા દ્વારા ગુજરાતના જિલ્લા અને મહાનગરોમાં ચાલી રહેલ રસીકરણ સંદર્ભે પત્રકારોને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે કોરોનાને લીધે દેશ અને દૃુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના લીધે ગુજરાત હજુ સેફ છે. કોરોનાકાળ દરમિયાન ભાજપના કાર્યકરોએ ફૂડ પેકેજથી માંડીને મજુરોને વતન જવા માટે સહયોગ પુરો પાડ્યો હતો.

હવે ભાજપ દ્વારા ૪૫૦૦ જેટલા સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, કોરોના વેક્સીન લેવા આવનાર કોઇ તકલીફ ન પડે તે માટે મંડપ બાંધીને છાંયડાની વ્યવસ્થ્યા તથા ચા-નાસ્તાની વ્યવસ્થા તમામ વસ્તુઓ કરવામાં આવી રહી છે. જરૂર લાગે તે વેક્સીન લેનાર વ્યક્તિને લાવવા લઇ જવાની વ્યવસ્થા પર કરવામાં આવી છે.
આ ૪૫ દિવસ જનતા માટે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. ૧લાખ ૮૬ હજાર કાર્યકરો કામે લાગ્યા છે.

પ્રમુખપેજ અને પેજસમિતિ માત્ર રાજકીય જ નહીં પણ સામાજીક કામમાં પણ લાગી રહૃાા છે. રાજ્યમાં ૬૧ લાખથી વધુ લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. ધારાસભ્યો સંસદસભ્યો આ પ્રકારે કેમ્પનું આયોજન રસીકરણ માટે કરવામાં આવી રહૃાું છે. ગઈકાલે સુરતમાં ૩૬૦૦૦ ડોઝ આપવામાં આવ્યા હતા.

Read About Weather here

ગાંધીનગર જુનાગઢ દાહોદ મહીસાગર ભાવનગર કોર્પોરેશન, બનાસકાંઠા સુરત રાજકોટ વડોદરા અરવલ્લી અને મહેસાણા આ જિલ્લામાં રસીકરણનું ખૂબ સારું કામ થયું છે. અમરેલી અને ભાવનગરમાં પણ કાર્યક્રમનું આયોજન છે જેમાં હું પોતે હાજર રહેવાનો છું. ભાજપના કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને હોદ્દેદારો પણ કામે લાગ્યા છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ટોલ ટેક્સના ભાવમાં મોટો ફેરફાર
Next articleફિલ્મ ’RRR’માં એક્ટરના પાત્રનું મોશન પોસ્ટર કર્યું રિલીઝ