
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર: કોંગ્રેસનો સ્પષ્ટ આક્ષેપ
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને લોકોના ઘર બરબાદ થઇ રહ્યા છે. ત્યારે ભાજપના નવા ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ માત્ર મુક તમાશો નિહાળી રહ્યા છે એવો કોંગ્રેસે આજે ગંભીર આક્ષેપ કર્યો છે. દારુ અને જુગારના અડ્ડા તથા વ્યાજખોરો પર તૂટી પડવાની વાતો બણગા ફૂંકવા સમાન સાબિત થયાનો કોંગ્રેસે આક્ષેપ મુક્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ગોપાલ અનડકટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. બામણબોર પાસે રૂ.89 લાખનો દારૂ પકડાયો એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. મહત્વની વાત એ છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલને દારૂ ભરેલા ત્રણ ટ્રક રાજકોટ આવી રહ્યાની બાતમી હતી. જો કે બે જ ટ્રક પકડાયા છે અને અન્ય એક ટ્રક જ્યાં પહોંચાડવાનો હતો ત્યાં પહોંચી ગયો હશે એ નક્કી છે.
જો પોલીસને બાતમી મળી હોય તો ગુજરાતની ચેકપોસ્ટ પર ફરજ બજાવતો સ્ટાફ શું બંધ આંખે ચેકિંગ કરે છે? તેને આટલો મોટો જથ્થો દેખાતો નથી. એવા સવાલ કરતા તેમણે ટકોર કરી હતી કે, હપ્તાખોરીથી જ બુટલેગરોનું સામ્રાજય ચાલે છે. એટલે બે ટ્રક પકડનાર પોલીસ પણ વાહવાહીને લાયક નથી.
નિવેદનમાં ઉમેર્યું હતું કે, માત્ર પોલીસને દોષ દેવાનું પણ યોગ્ય નથી. હકીકતે પ્રજાને વચનો આપી ચૂંટાયેલા ભાજપના પ્રતિનિધિઓ અને મંત્રીઓ દારૂબંધીની કડક અમલવારી કરાવી શક્યા નથી અને મુકપ્રેક્ષક બની તમાશો નિહાળતા રહે છે.
Read About Weather here
ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ કહે છે કે, દારુ, જુગારનું દુષણ ડામી દેશું, વ્યાજખોરો પર તૂટી પડશું પણ આવા ખોટા બણગા ફૂંકીને લોકોને રામભરોસે મૂકી દેવાયા હોવાનું કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો હતો. તેમણે ટકોર કરી હતી કે, એસી કાર અને ચેમ્બરમાંથી બહાર નીકળી પ્રજાની પીડા સમજીને ભાજપના ધારાસભ્યોએ પ્રજાને કરેલા વાયદા પુરા કરવા જોઈએ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here